X Close
X
9925128845

‘મેન્ટલ હૈ ક્યા’ ફિલ્મનું નામ બદલીને કરાયું ‘જજમેન્ટલ હૈ ક્યા’…


13466a1c-bb7e-4ad2-909e-bcbd22077d52

હાલમાં જ કંગના અને રાજુમારની આગામી ફિલ્મનું પોસ્ટર રીલીઝ થયું હતું. ફિલ્મના પોસ્ટર રીલીઝ સમયે જ ફિલ્મના નામને લઈને વાદવિવાદ થયો હતો જેને અનુસંધાને મેન્ટલ હૈ ક્યાનું નામ બદલી ‘જજમેન્ટલ હૈ ક્યા’ રાખવામાં આવ્યું છે. ફિલ્મની પ્રોડક્શન કંપની ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. તેણે એક સ્ટેટમેન્ટમાં પણ એવું જણાવ્યું છે કે, ‘મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ સાથે જોડાયેલી સંવેદનશીલતા અને કોઈપણ ભાવનાઓને ઠેસ ન પહોંચાડવાના અમારા ઉદ્દેશને ધ્યાનમાં રાખતા મેકર્સે ફિલ્મનું ટાઇટલ “મેન્ટલ હૈ ક્યા”થી બદલીને “જજમેન્ટલ હૈ ક્યા” રાખવાનો નિર્ણય લીધો છે.’
ફિલ્મને U/A સર્ટિફિકેટ પણ મળી ગયું છે. ત્યારબાદ ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘કંગના અને રાજકુમારે ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. તો સાથે લોકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેથી અમે તેના માટે હવે દર્શકોને વધુ રાહ જોવડાવી ન શકીએ. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને નાનકડો ફેરફાર કર્યા બાદ ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની અનુમતિ આપી દીધી છે. જોકે ફિલ્મના નામને લઈને મેકર્સને પણ વાંધો નથી અને આ ફિલ્મ આગામી 26 જુલાઈએ રિલીઝ થશે.’
આ ફિલ્મ એક પ્રકારની કોમેડી થ્રિલર છે જેની સ્ક્રીપ્ટ કનિકા ધિલ્લોં દ્વારા લખવામાં આવી છે. તેમજ નેશનલ અવોર્ડ વિનર સાઉથના ડિરેક્ટર પ્રકાશ કોવીલામુડીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને કંગના રનૌતની સાથે જિમ્મી શેરગિલ અને અમાયરા દસ્તુર પણ જોવા મળશે.

“મેન્ટલ હૈ ક્યા” ટાઈટલનો ડોક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું ટ્રેલર 19 જૂને રિલીઝ થવાનું હતું. પરંતુ ઇન્ડિયન સાઇકાયટ્રી સોસાયટીના ડોક્ટર્સે ફિલ્મના ટાઇટલને તાત્કાલિકપણે હટાવવા માટે CBFCના વડા પ્રસૂન જોષીને સંબોધીને લેટર લખ્યો હતો. તેમના મુજબ ફિલ્મનું ટાઈટલ મેન્ટલ હેલ્થથી પીડાતા લોકો માટે મજાક ઉડાવતું હોઈ તેમ લાગી રહ્યું છે. તે માટે તો ટ્રેલર લોન્ચ ઇવેન્ટ રદ પણ કરી દેવામાં આવી હતી.

(AAJKAAL)
Aajkaal