X Close
X
9925128845

સોમનાથ તીર્થમાં તા.8થી કાતિર્કી પૂણિર્મા મેળો


SOM_2893

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં વિક્રમના ઊઘડતા વરસે તા.8થી 12 નવે. યોજાનાર કાતિર્કી પૂણિર્મા અંગે તડામાર તૈયારીઆેનો પ્રારંભ થઇ ચૂકયો છે.
સોમનાથ બાયપાસ ચોકડી પાસે સદ્ભાવના મેદાન ખાતે યોજાનારા આ મેળામાં અંદાજે 200 જેટલા ખાનપાન-આઇસ્ક્રીમ-પ્રર્દશન-હસ્તકલાના સ્ટોલો બંધાઇ રહ્યા છે. પંચદિવસીય આ મેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક, લોકસાહિત્ય, સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન કરાઇ રહ્યાં છે. કાતિર્કી પૂણિર્માને ત્રિપુરારી પૂણિર્મા પણ કહે છે. અને પૌરાણીક માન્યતા પ્રમાણે ભગવાન શિવે ત્રણ પુરો વાળા દૈત્યનો નાશ કર્યો અને આ વિજયની દેવોએ દિવાળી મનાવી જે કાતિર્કી પૂણિર્મા હતી. તેની યાદમાં કાતિર્ક પૂણિર્મા મેળો ભરાય છે.
મેળાના પ્રથમ ચાર દિવસ દરમ્યાન મંદિર રાત્રીના 11 વાગ્યા સુધી અને કાતિર્કી પૂણિર્માના રોજ મંદિર રાત્રીના એક વાગ્યા સુધી દર્શનાર્થીઆે માટે ખુંું રહે, તેવું આયોજન ઘડાઇ રહ્યું છે.
કાતિર્ક પૂણિર્માએ સોમનાથ મહાદેવ મહામેરૂ પ્રસાદના શિખર ઉપર ચંન્દ્ર એવી રીતે સ્થિર થાય છે કે જાણે ભગવાન શિવે તેને ખરેખર મસ્તક ઉપર ધારણ કર્યો હોય.. તેવી અનુભૂતિ શ્રદ્ધાળુ ભાવિકો અનુભવે છે. કાતિર્કી પૂણિર્માએ સોમનાથ મહાદેવની મધ્યરાત્રી પૂજા-મહાઆરતી યોજાય છે.
30 એકરની વિશાળ જમીનના મેદાન ઉપર યોજાતા આ મેળાની શરૂઆત 1955થી કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળે તા.27-2-1955ના રોજ ટ્રસ્ટી કનૈયાલાલ માણેકલાલ મુન્શીના પ્રસ્તાવથી કરેલ ઠરાવ મુજબ કાતિર્કી પૂણિર્મા મેળો યોજવા આયોજન કરાયું હતું. ત્યારથી પ્રતિવર્ષ યોજાય છે.
મેળામાં સુરક્ષા પોલિસ બંન્દોસ્ત, આરોગ્ય-સફાઇ, વિજળી, ફાયર, એમ્બ્યુલન્સ, સ્ટેન્ડ બાય જનરેટર, મેળામા પરિવહન માટે એસ.ટી બસો, પીવાના પાણી, શૌચાલય, સીસીટીવી કેમેરાઆે, પુછપરછ, પોલિસરાવટી સહિતની વ્યવસ્થાઆે ગોઠવાઇ રહી છે.

(AAJKAAL)
Aajkaal