X Close
X
9925128845

સોનભદ્ર જવા માટે જિદ્દ વચ્ચે પ્રિયંકા આખરે પિડિતોને મળ્યા


Jangaon:

ઉત્તરપ્રદેશના હત્યાકાંડગ્રસ્ત સોનભદ્ર જવાની જિદ્દ પર અડી ગયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાએ ૨૪ કલાકના ધરણા બાદ ચુનાર ગેસ્ટ હાઉસની બહાર કેટલાક પિડિતોની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધી વાઢેરા ભાવનાશીલ બની ગયા હતા અને રડી પડ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વહીવટી તંત્ર ઉપર આક્ષેપ પણ કર્યા હતા. પ્રિયંકા વાઢેરાએ આરોપ કરતા કહ્યુ હતુ કે વહીવટીતંત્રના અધિકારીઓ પિડિતોને મળવાથી રોકી રહ્યા છે. ગેસ્ટ હાઉસની બહાર ધરણા કરતી વેળા પ્રિયંકાએ કહ્યુ હતુ કે વહીવટીતંત્ર ઇચ્છે તો તેમને કેટલીક અન્ય જગ્યાએએ તેમને મળાવી શકે છે. પ્રિયંકાએ કહ્યુ હતુ કે માત્ર બે પિડિતોએ તેમની સાથે મુલાકાત કરી છે. ૧૫ લોકોને મળવાની મંજુરી આપવામાં આવી ન હતી. પ્રિયંકાએ કહ્યુ હતુ કે આની પાછળનીમાનસિકતા સમજાઇ રહી નથી. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં સ્વઘોષિત ઇમરજન્સીની સ્થિતિ રહેલી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીના નેતૃત્વમાં એક પ્રતિનિધીમંડળે રાજ્યપાલ રામ નાઇક સાથે વાતચીત કરી હતી. પિડિત પરિવારની સાથે વાતચીત કરતી વેળા પ્રિયંકા ભાવુક બની ગઇ હતી. સોનભદ્ર જિલ્લામાં ૧૦ લોકોની જધન્ય હત્યાના મામલામાં ઉત્તરપ્રદેશની રાજનીતિ ગરમ બની ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા ગઇકાલે ઘાયલોને મળવા માટે વારાણસી પહોંચ્યા હતા. જા કે, તેમને આગળ જવાની મંજુરી મળી ન હતી. સોનભદ્રમાં ઘટનાસ્થળે પહોંચી રહેલા પ્રિયંકા ગાંધીને મિરઝાપુરમાં રોકી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીને ત્યારબાદ ત્યાં જ ધરણા પર બેઠા બાદ કસ્ટડીમાં લઇ લેવાયા હતા. બીજી બાજુ પ્રિયંકા ગાંધી વાઢેરા અસરગ્રસ્તોને મળવા માટેની જીદ કરી હતી અને પોતાના વલણ ઉપર મક્કમ રહ્યા હતા. સોનભદ્રમાં શૂટઆઉટ બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉમ્ભા ગામમાં જઇને આ ઘટનાના પીડિતોને મળવાની તક આપવામાં આવી ન હતી. ભાજપે વળતા પ્રહારો કર્યા છે.

Aajkaal