આવતી કાલે ભારત-ન્યૂ ઝીલેન્ડની સેમી ફાઇનલના દિવસે હળવા વરસાદની આગાહી હોવાનું અહીની વેધશાળાના અહેવાલમાં જણાવાયું છે. મેઘરાજા મેચ દરમિયાન બહુ પરેશાન કદાચ ન પણ કરે, પરંતુ જો વષાર્ને કારણે મેચ સાવ ખોરવાઈ જશે તો આ મેચ માટે બુધવારનો રિઝર્વ ડે રાખવામાં આવ્યો જ છે. ભારત પોઈન્ટ્સ ટેબલમાં મોખરે રહ્યું. આવતી કાલે વાદળિયું હવામાન રહેવાની સંભાવના છે જ, બુધવારના રિઝર્વ ડેએ પણ વરસાદની શક્યતા છે. 13મી જૂને નોટિંગહેમમાં વરસાદને લીધે ભારત-ન્યૂ ઝીલેન્ડ મુકાબલો ધોવાઈ ગયો હતો. ગુરુવાર, 11મી જુલાઈએ આૅસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની સેમી ફાઇનલમાં પણ વરસાદના વિધ્નની સંભાવના છે. એ મેચ બર્મિંગહેમમાં રમાશે અને ત્યાં ગુરુવારે વરસાદ પડવાની આગાહી વેધશાળાએ કરી છે.
(AAJKAAL)