X Close
X
9925128845

સુપરસ્ટાર સલમાનનું ફિલ્મ મલંગના વખાણ કરતુ ટ્વીટ વાઈરલ


Jangaon:

મુંબઈ, તા.૧૩
મલ્ટીસ્ટાર ફિલ્મ મલંગનું ટ્રેલર રીલીઝ થયા બાદ દર્શકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને પણ આ ટ્રેલર પસંદ આવ્યું હતું ટ્રેલર જોયા બાદ ટ્વીટર પર  પોતાનો અભિપ્રાય રજુ કર્યો હતો. ફિલ્મમાં અનીલ કપૂર, આદિત્ય રોય કપૂર, કુનાલ ખેમુ અને દિશા પટાની મુખ્ય ભૂમીકામાં છે.

સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ મલંગના ટ્રેલર પર પોતાનો અભિપ્રાય ટ્વીટર પર રજુ કરી લખ્યું હતું કે, “ઉઈ  માં…જકાશ ટ્રેલર.” સલમાન ખાનનું આ ટ્વીટ ખુબ વાઈરલ થયું છે. યુઝર્સ  આ ટ્વીટ પર ખુબ રિએકશન આપી રહ્યા છે. સલમાનની આ ટ્વીટને ૨૦ હજારથી પણ વધુ રી-ટ્વીટ કરવામાં આવી છે.

ફિલ્મ મલંગને મોહિત સૂરીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને દિશા પટનીને પ્રેમ થઈ જાય છે એક્સન થ્રીલર ફિલ્મ મલંગમાં બે કિલર્સની લવસ્ટોરી નજર પડશે.

Aajkaal