X Close
X
9925128845

સિક્સ લેન હાઇ-વે માટે રાજકોટ-બામણબોર વચ્ચેની 46 મિલકતો સંપાદન કરવા નોટિસ


highway

રાજકોટ થી અમદાવાદ વચ્ચેનો હાઇવે સિક્સ લેન બનાવવામાં આવીએ રહ્યાે છે અને તે માટે રાજકોટ થી બામણબોર ની પટ્ટી પર આવતા 46 મિલકતધારકોને કપાતની અને સંપાદન ની નોટીસ ફટકારતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
નેશનલ હાઇવે આેથોરિટીના રાજકોટ ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને તેમાં હાઇવે પર આવેલી હોટલો, કારખાનાઆે, ખેતરોને પણ નોટીસમાં લઈ લેવાયા છે. બામણબોર નજીક આવેલી જીઆઈડીસીના દસથી બાર જેટલા એકમોને પણ જમીન સંપાદનની અને કપાતની નોટિસ ફટકારવામાં આવી છે.
કાર્યપાલક ઈજનેરની કચેરી ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અપાયેલી નોટિસમાં જણાવાયા મુજબ નેશનલ હાઈવે નંબર 27 ના રાજકોટ -બામણબોર સેકસનના કિલોમીટર 185 થી 207 ના છ માગ}ય કરવા માટે રાજકોટ જિલ્લામાં જમીન સંપાદન કરવાની થાય છે અને તે માટે આ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે .કુલ 22 કિલોમીટરના હાઇ-વે પર 46 જેટલી મિલ્કતો સંપાદન કરવાની થાય છે અને આ માટેનું જાહેરનામું પ્રસિÙ કરાયું છે.
હાઇવે આેથોરિટી ના સાધનોના જણાવ્યા મુજબ જમીન સંપાદનમાં વડવા ગામ ની જમીનનો હિસ્સો ઘણો મોટો છે.
આ માટે ડ્રાãટ 3- ડી નુ નોટિફિકેશન પણ તૈયાર કરાયું છે અને તેની બજવણી સંબંધીત આસામીઆેને કરી દેવામાં આવશે.

(AAJKAL)
Aajkaal