X Close
X
9925128845

સિંગતેલ સસ્તુ અને ખાંડ થાેડી માેંઘી


back-to-school-smartphone-sales 13-12-16

દિપાવલીના તહેવાર નજીક આવી રહ્યાં છે ત્યારે સિંગતેલના ભાવમાં 1 ડબ્બે 60 રૂપિયાનો ઘટાડો થયો છે તો ખાંડના ભાવમાં રૂા.પ0નો ઉછાળો આવ્યો છે.આજે સિંગતેલના એક ડબ્બાના ભાવ 1555 થી 1560 રૂપિયા હતા. ગત મંગળવાર એટલે કે 1લી તારીખે રૂા.1615 હતા.
આમ એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં એક ડબ્બે રૂા.60 ઘટéા છે. આમ કિલોએ રૂા.4નો ઘટાડો થયો છે. જયારે 10 કિલો સિંગતેલના ભાવમાં પણ ઘટાડો થયો છે. કરિયાણાની દુકાનો પર સિંગતેલ રૂા.104ના ભાવે વેચાતુ થયું છે.બજારમાં મગફળીની નવી આવક શરૂ થવાના કારણે સિંગતેલના ભાવો ઘટવા શરૂ થયા છે તેવું વ્યાપારી વતુર્ળો માને છે. બજારમાં આજ પ્રમાણે આવક ચાલુ રહ્યા તો સિંગતેલના ભાવમાં હજી વધુ ઘટાડો થવાની શકયતા પણ નકારી શકાતી નથી.બીજુ ખાંડ કડવી બની રહી હોય તેવા સમાચાર મળ્યા છે અને એક કવીન્ટલે રૂા.50નો વધારો થયો છે. 1લી આેકટોબરે ખાંડના ભાવ 1 કવીન્ટલના રૂા.3750 હતા જે વધીને 3800 થયા છે. જો કે એક કિલો ખાંડના ભાવમાં માત્ર 50 પૈસા ઘટéા છે. બજારના વતુર્ળો એવુ માને છે કે આ જ િસ્થતિ રહી તો ખાંડના ભાવમાં હજી વધારો થવાની શકયતા છે. જયારે બજારમાં ચાના ભાવ છેલ્લા બે માસથી િસ્થર છે. ખાંડના ભાવો થાેડા વધ્યા તેની અસર દશેરાની મીઠાઇ પર થઇ હતી તેમ દિપાવલી પ્રસંગે પણ ગત વર્ષ કરતા વધારે જોવા મળે તો આòર્ય નહિ થાય.

(AAJKAAL)
Aajkaal