ટેલીવિઝનની ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી નવી સીરીયલ ‘મેરે ડેડ કી દુલ્હન’થી ટીવી પર કમબેક કરી રહી છે. થોડા સમય પહેલા શ્વેતા તેની પર્સનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં મુકાઈ હતી. ત્યારે હાલ હવે તેની પર્સનલ લાઈફનો મામલો થાળે પડી ગયો છે અને તે પોતાના જીવનમાં ખુશ છે. થોડા સમય પહેલા તેણીએ તેના બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. ત્યારે શ્વેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના બીજા લગ્ન ચેપની જેમ તેને ઘણી જ દુઃખી કરી રહ્યાં હતાં. તેથી જ તેણે બીજા પતિથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. બીજા લગ્ન પણ સફળ ના રહેતાં ટ્રોર્લ્સે શ્વેતાને ટ્રોલ પણ કરી હતી.
(AAJKAAL)