X Close
X
9925128845

શિક્ષકોની ભરતી માટે રાજકોટ જિલ્લાના 98 ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી


teachers08102018010056

રાજ્યમાં સરકારી શાળાઆેમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા માટે સરકાર દ્વારા ભરતી પ્રqક્રયા હાથ ધરવામાં આવી છે .જે સંદર્ભે આજે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતીના ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પ યોજાયો હતો.

રાજકોટ જિલ્લામાં 18 જગ્યા માટે 98 ઉમેદવારોએ આેનલાઈન અરજી કરી છે. શહેરની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પ શરુ થયો હતો. રાજ્ય ની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં ખાલી પડેલ શિક્ષકની જગ્યા ભરવા માટે અપાયેલી જાહેરાતને અનુલક્ષીને જે ઉમેદવારોએ આેનલાઈન અરજી કરી હતી. તેની પ્રાેવિઝનલ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જે અન્વયે રાજકોટ જિલ્લા માટે 98 ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રાજકોટ જિલ્લાની પસંદગી કરતા આજે કરણસિંહજી હાઇસ્કુલ ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમ એ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી હતી. આ વેરિફિકેશન પ્રqક્રયા પૂર્ણ થયા બાદ આજે ડોક્યુમેન્ટ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ફાઈનલ મેરીટ યાદી પ્રસિÙ કરાશે અને પછી સ્થળ પસંદગી આપવામાં આવશે. કેમ્પ શરુ થયા પહેલા ઉમેદવારોના હસ્તે સરસ્વતી દેવીનું પૂજન કરવામાં આવ્યું હતું

(AAJKAL)
Aajkaal