X Close
X
9925128845

વિક્રમ લેન્ડરની શોધ અંગેનો એન્જિનિયરનો દાવો ઈસરોએ ફગાવ્યો


vbk-vikram-isro09092019113105

ભારતના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરનું લોકેશન શોધવામાં સફળતા હાંસલ કર્યાના ચેન્નાઈના એન્જિનિયર શાનમુગા સુબ્રમÎયમના દાવા ઉપર ઈસરોએ પ્રતિક્રિયા આપી છે. એજન્સીના ચીફ કે.સિવને કહ્યું કે ઈસરોએ પહેલાં જ વિક્રમનું લોકેશન શોધી લીધું હતું અને તેની જાણકારી એજન્સીની વેબસાઈટ ઉપર આપી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે શાનમુગાએ અમેરિકી સ્પેસ રિસર્ચ એજન્સી (નાસા)ની ચાંદના સાઉથ પોલની તસવીરોમાં વિક્રમનો કાટમાળ બતાવ્યો હતો જે અંગે ખુદ નાસાએ તેના વખાણ કર્યા હતા.
શાનમુગાની શોધ પર ઈસરો ચીફે કહ્યું કે અમારા આેબ}ટરે જ વિક્રમ લેન્ડરને શોધી કાઢયું હતું. અમે આ અંગેનું એલાન પહેલાં જ અમારી વેબસાઈટ ઉપર કરી દીધું હતું જેને લોકો જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 22 જૂલાઈએ લોન્ચ કરાયેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને સાત સપ્ટેમ્બરે ચાંદની સપાટી ઉપર ઉતરવાનું હતું પરંતુ ક્રેશ લેન્ડિ»ગને કારણે તેનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ પછી નાસા અને ઈસરો તેનું લોકેશન શોધવામાં લાગી ગયા હતા.
ઈસરોએ 10 સપ્ટેમ્બરે પોતાની વેબસાઈટ પર જાણકારી આપી હતી અને ટવીટ પણ કર્યું હતું કે વિક્રમનું લોકેશન મળી ગયું છે પરંતુ તેની સાથે સંપર્ક થઈ શકતો નથી. ઈસરોએ કહ્યું કે વિક્રમ લેન્ડરને ચંદ્રયાન-2ના આેબિર્ટરે લોકેટ કરી લીધું છે.

(AAJKAAL)
Aajkaal