X Close
X
9925128845

વરસાદે વેર્યો વિનાશઃ 35ના મોત


HeavyRain23112017112556

મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે 35 લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં મૂશળધાર વરસાદ બાદ પૂર આવવા અને દિવાલ તૂટી પડવાની અલગ અલગ ઘટનાઆેમાં 17 લોકોના મોત નિપજ્યા હતા તો ઉત્તરપ્રદેશમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અધિકારીઆેના જણાવ્યા અનુસાર બુધવારે રાતથી પૂણેમાં શરૂ થયેલા ભારે વરસાદ બાદ 16 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ અનેક લોકો છત ઉપર ફસાઈ ગયા હોય તેમને બચાવવાની કાર્યવાહી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે એનડીઆરએફની ટીમ શહેર અને બારામતી તાલુકામાં તૈનાત કરી દેવામાં આવી છે. પ્રભાવિત ક્ષેત્રોમાં જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. જળભરાવને ધ્યાનમાં રાખી પૂણેના અનેક તાલુકાઆેમાં સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદથી 18 લોકોના મોત નિપજ્યા છે તો ત્રણ લોકો ઘાયલ થયા છે. વરસાદ દરમિયાન વીજળી પડવાથી ભદોહીમાં એક, સોનભદ્રમાં ત્રણ, જોનપુરમાં એક અને કૌશાંબીમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત બાંદા, અમેઠી, બારાબંકી, લલિતપુર, પીલીભીત, ગોરખપુરમાં પણ એક-એક લોકોના મોત નિપજ્યા છે.

(AAJKAAL)
Aajkaal