X Close
X
9925128845

વરસાદના વધારે પડતાં વહાલના કારણે મગફળી, કપાસ ,તલ ,અડદ સહિતના પાકને નુકશાન


heavyrain30112017033312

ચોમાસાની ચાલુ સિઝનમાં જ્યારે વરસાદ ખેંચાયો ત્યારે ખેડૂતો સહિતના આમ આદમીઆે મેઘરાજાને મનાવવા માટે રામધૂન સહિતના કાર્યક્રમ યોજતા હતા .મોડે મોડે આવેલા મેઘરાજા હવે વિદાય લે તેવી લાગણી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાના કારણે અને ત્યારબાદ વરસેલા વરસાદથી ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં મગફળી અને કપાસના પાકનું વાવેતર કર્યું છે મગફળીમાં અત્યારથી જ અનેક જિલ્લામાં પીળાશ દેખાવાનું શરુ થયું છે ખેડૂતોના જણાવ્યા મુજબ અને એકધારા વરસાદને કારણે કપાસ, મગફળી, એરંડા સહિતના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. હજુ વરસાદ ચાલુ રહે તો નુકસાનીની માત્રા વધી જવાની ભીતિ છે.
સૌરાષ્ટ્રમાં જો માંગ્યા મેહ વરસે તો 15 ઇંચ માં પણ પૂરતા પ્રમાણમાં ખેતિ થઈ શકે તેમ છે. પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં સરેરાશ 50 ઇંચ જેટલો વરસાદ થયો છે અને એકધારા ભારે વરસાદ બાદ સમયસર જે વરાપ નીકળવો જોઈએ તે ના નીકળતા પાકને નુકસાન શરુ થઈ ગઈ છે.
ખેતરમાં પાણી ભરાયેલા છે અને વરાપ નીકળે તો પણ પાણી સુકાય તેમ નથી. ગયા વર્ષે સરકારે રુપિયા એક હજારના ભાવે મગફળીની ખરીદી કરી હોવાથી સૌરાષ્ટ્રમાં આ વખતે ખેડૂતો મગફળીના ઉત્પાદન તરફ વળ્યા છે પરંતુ એકધારા ભારે વરસાદને કારણે અપેક્ષા મુજબ નો પાક થાય તેવી સંભાવના આેછી છે અને તેના કારણે ખેડૂતો અત્યારથી જ ચિંતામાં મુકાઈ ગયા છે. મગફળી ના ફોતરા ઢોરને ખાવામાં પણ ઉપયોગમાં લઇ શકાતા હોય છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ જો હવે વરસાદ ખમૈયા કરે તો પણ નુકસાની આેછી થાય તેમ નથી. હાલની સ્થિતિએ લીલા દુકાળની કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે અને તેમાં પણ મગફળી ,તલ ,અડદ ,મગ ,કપાસ સહિતના પાકોને વધારે પડતું નુકસાન થયું છે. કપાસના વાવેતર બાબતે બોલતા ખેડૂતે જણાવ્યું હતું કે બીટી કપાસ માં ગુલાબી ઇયળનો ઉપદ્રવ હતો અને સંશોધિત દવાના કારણે 2001થી ગુલાબી ઇયળનો ઉપદ્રવ થયો હતો .પરંતુ આ દવાને લાંબો સમય થઈ ગયો હોવાથી ફરી છેલ્લા ત્રણ વર્ષથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ શરુ થયો છે અને દવા છાંટવા છતાં ઈયળો મરતી નથી.

(AAJKAAL)
Aajkaal