શહેરના રૈયા ગામથી રૈયા સર્કલ વચ્ચે આલાપગ્રીન સીટીથી આગળ નવા બની રહેલા શંભુ ડેવલોપર્શની સાઈટના છઠ્ઠા માળે મજૂરી કામ કરી રહેલા હેમીબેન જીવણભાઇ પરમાર (ઉવ.55)રહે રૈયા ગામ ખોડિયાર મંદિર પાછળ રહેતાં વણકર મહિલા શંભુ ડેવલોપર્સની બાર માળની સાઇટ પર કડીયા કામની મજૂરી કરવા ગયા હોઇ ત્યાં કામ પુરુ થયા બાદ છઠ્ઠા માળે પાણીનો વાલ્વ લિફટના ગાળા પાસે હોઇ ત્યાં હાથ-પગ ધોવા માટે જતાં અકસ્માતે પગ લપસી જતાં નીચે પડી જતા કામ કરતા અન્ય મજૂરો દોડી સાથે નજીકમાં જ રહેતો ભત્રીજો મુકેશ સહિતના દોડી આવ્યા હતાં મહિલાને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડéા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવસિર્ટી પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હેમીબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ પણ મજૂરી કામ કરે છે.
(AAJKAL)