X Close
X
9925128845

રૂપાણી સરકારના ત્રણ વર્ષ પુરાઃ સુષ્મા સ્વરાજની અણધારી વિદાયને લીધે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ


indias-intrest-peaceful-nepal-sushma-swaraj-3-12

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. નિણાર્યક નેતૃત્વને લૂઈને રાજ્યમાં પ્રગતિશીલ અને સુશાસનના ત્રણ વર્ષની ઉવજવણી મહાત્મા મંદિર ખાતે યોજાનાર હતી પરંતુ ગઈકાલે રાત્રે પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના કર્મઠ નેતા સુષ્મા સ્વરાજની અણધારી વિદાયના પગલે સમગ્ર કાર્યક્રમ રદ રાખવામાં આવ્યો છે. આ સંકલ્પ સે સિધ્ધિ કી આૈર અગ્રેસર કાર્યક્રમને તેમજ મનની મોકળાશ પણ રદ કરતી જાણ મુખ્યમંત્રીના આેફિશ્યલ ટ્વીટર પેઇજ પર કરવામાં આવી હતી.

ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકારમાં ગુજરાતીઆેને પારદશ} અને પ્રગતિશીલ સરકારનો અહેસાસ થયો છે. અનેકવિધ પ્રજાલક્ષી નિર્ણય લેતાં છેવાડાના માનવીને લાભ છે. આ કારણોસર લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત ગુજરાતની જનતાએ 26માંથી 26 બેઠકો પર ખોબલે-ખોબલે મત આપીને વિજયી બનાવ્યા હતા.

રૂપાણી સરકારે જનસમૂહને સ્પર્શતા કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. ઝુંપડપટ્ટીમાં રહેનારા ગરીબો માટે આવાસ યોજના, ગરીબ દર્દીઆેને તબીબ સુવિધા, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મધ્યમ વર્ગના પરિવારો માટે સૂચિત સોસાયટીઆેને યુએલસીની ફાજલ જમીન પર માલિકીનો હકક, દારૂબંધીના કાયદાનો કડક અમલ, હુકકાબાર પર પ્રતિબંધ, રોજગાર ભરતી મેળા મારફતે 15 લાખ યુવાનોને રોજગાર પેસા એકટ હેઠળ વનબંધુ વિકાસ, ખેડૂતોને ઝીરો ટકાથી ધિરાણ, ગુનેગારો પર નજર રાખવા શહેરોમાં સીસીટીવી નેટવર્ક, મેડિકલ કોલેજમાં 2200 બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે.

બિનખેતીની પ્રqક્રયા આેનલાઈન, બિિલ્ડંગ બાયલોઝ સુધારા, 6 લાખ યુવાનોને બે વર્ષમાં લેટેસ્ટ ટેબલેટ, સૌરઉજાર્, પવનઉજાર્, રફટોપ સોલર સીસ્ટમને કારણે ઉજાર્ક્ષેત્રે સફળ કામગીરી, રાજ્યમાં 300 જેટલા સીએનજી પંપ શરૂ કરવા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય જનતાના પ્રશ્નોના નિરાકરણ લાવવા સી.એન. ડેસ્કબોર્ડ કાર્યરત છે. એન્ટિકરપ્શન બ્યુરોને આધુનિક ઉપકરણોને સં કરી ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં આવી છે.

રૂપાણી સરકારના ત્રણ વર્ષમાં નિણાર્યક નેતૃત્વમાં આવા અનેકવિધ નિર્ણયો લેવાય ચૂકયા છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોના છેવાડાના માનવી સુધી પહાેંચાડવા કટિબધ્ધ છે.

(AJJ KAAL NEWS)
Aajkaal