X Close
X
9925128845

રાજ્યના એક એક ઘર માટે આજે ભવ્ય પ્રસંગ : રૂપાણી


Jangaon:

સરદાર સરોવર ડેમ જળાશય પૂર્ણ સપાટીએ પહાેંચતા નર્મદા નીરના વધામણા, નમામિ દેવી નર્મદે, જળ ઉત્સવ આજે કેવડિયા ખાતે યોજવામાં આવ્યો હતાે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાા હતા. મોદીના સંબાેધન પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબાેધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજે વડાપ્રધાનના હસ્તે સરદાર સરોવર જળાશયની જળરાશિ પૂર્ણ સપાટીએ ભરતા નીર બહાવવાનાે ઐતિહાસિક અવસર છે. 1946માં સરદાર પટેલે નર્મદા ડેમ નિમાૅણનું સપનું સેવ્યું હતું અને આજે આપણા વડાપ્રધાને આ સપનું સાકાર કર્યું છે. વધામણાની સાથે સાથે તેમનાે જન્મદિવસ હોઈ સાેનામાં સુગંધ ભળ્યા જેવો અવસર છે. ગુજરાતના એક એક ઘર માટે અવસરનાે પ્રસંગ આવ્યો છે. મા નર્મદા અને નર્મદા યોજના આપણી વચ્ચે સાત સાત દાયકાથી રાજ્યનાે પ્રાણ રહ્યાાે છે. અગાઉ 121 મીટરે ડેમ ભરાતાે હતાે આજે 138 મીટરની સપાટીએ પહાેંચતા 10000 ગામ 170 નગર અને 18.5 લાખ હેક્ટર જમીનને િંસચાઈની સુવિધા મળશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મોદી તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નર્મદા વિરોધી તત્વો સામે પડકારરુપ બન્યા હતા. વડાપ્રધાન પદે શાસન દાયિત્ય સંભાળ્યા પછી માત્ર 17 દિવસના ગાળામાં જ ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી આપી હતી અને આજે ગુજરાતનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિકાસની વધુ એક છલાંગ લગાવવા સમર્થ બન્યું છે. મોદીએ પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનાેમી હાંસલ કરવા કરેલા આહવાનને પૂર્ણ કરવા ગુજરાત એક માધ્યમ તરીકે બની રહેશે. મોદીની ઉપસ્થિતિમાં વિજય રૂપાણીએ ગુજરાતની વિકાસ કામગીરીની પણ વાત કરી હતી. કેવડિયાની મુલાકાતે પહાેંચેલા મોદીએ મા નર્મદાનું શા?ાેક્ત વિધિથી પૂજન કર્યું હતું.

Aajkaal