રાજકોટમાં ગઈકાલે રાત્રીના 2-45 વાગ્યાથી વરસાદના ઝાપટાં શ થયા હતા અને સવારે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. થોડા-થોડા સમયના અંતરે ઝાપટાંઓ વરસતાં રસ્તાઓ ભીના થયા હતા અને ગરમીમાં રાહત થવા પામી છે. કલેકટર કચેરીના શ કરાયેલા ક્ધટ્રોલમના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં 7 મીમી વરસાદ થયો છે.
રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા રહ્યું હતું અને આકાશ ભેજવાળા કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. સવારે 26 કિલોમીટરની ઝડપે ભેજવાળો પવન ફૂંકાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.
રાજકોટની માફક જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ઝાપટાંઓ પડયા છે. ધોરાજીમાં 20 અને જામકંડોરણામાં 13 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉપલેટા, કોટડાસાંગાણીમાં પાંચ-પાંચ મીમી, ગોંડલમાં 9, પડધરીમાં 7, લોધીકા અને જેતપુરમાં બબ્બે મીમી વરસાદ થયો છે.
(AAJKAAL)