X Close
X
9925128845

રાજકોટમાં બેકાબૂ રોગચાળા વચ્ચે બે આરોગ્ય અધિકારીના રાજીનામા


Jangaon:

રાજકોટમાં ડેન્ગ્યૂનો રોગચાળો બેકાબુ બન્યાે છે અને ચાલુ વર્ષમાં રોગચાળાથી 10ના મોત થયા છે ત્યારે રોગચાળો કાબૂમાં લેવાની કામગીરી કરવાના બદલે મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારીઆે ધડાધડ રાજીનામાં આપવા લાગ્યાં છે ગઈકાલે ડો.વિજય પંડéાનુ રાજીનામુ મ્યુનિ.કમિશનરે મંજૂર કર્યું ત્યાં જ ડો. હિરેન વી.વિસાણી એ પણ રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળે છે. જ્યારે ડો.પી.પી.રાઠોડ પણ ટૂંક સમયમાં રાજીનામું આપનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ટૂંક સમયમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.રાઠોડ પણ મહાપાલિકાના આંતરિક રાજકારણ અને કાવાદાવાથી કંટાળીને રાજીનામું આપવા તૈયારી કરી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયાથી હાઇપર ટેન્શનના કારણે તેઆે રજા પર ઉતરી ગયા છે અને આરામ હેઠળ છે. એક તબક્કે તેમના બ્લડ પ્રેશર સખત વધી જતા તેમને હોસ્પિટલાઈઝ કરવા પડéા હતા.

Aajkaal