X Close
X
9925128845

રાજકોટના 25 શિક્ષકોને પુરા પગારના આેર્ડર સાથે મળી દિવાળીની ગિફ્ટ


cash 23-8-17

રાજકોટ જિલ્લા ની ઉચ્ચતર માધ્યમિક શાળા ના 25 શિક્ષકો ને પુરા પગારના હુકમો કરવામાં આવતા શિક્ષણ પરિવારમાં આનંદનો માહોલ છવાયો છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારાદિવાળી ની શિક્ષકો ને ભેટ આપવામાં આવી છે હવે શિક્ષણ સહાયક માથી શિક્ષક તરીકે ના લાભો મળશે .
રાજકોટ જિલ્લાની જુદી જુદી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પાંચ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને પગાર સાથે નિમણૂક ના આેર્ડર મળતા શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. રાજકોટ શહેર અને જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઆેમાં વર્ષ 2011 -2015 દરમિયાન જે શિક્ષકો ની ભરતી થઈ હતી તે 31 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો પૈકી 25 શિક્ષકોને પગાર સાથે આેર્ડર આપવામાં આવતા આ શિક્ષકો માટે દિવાળી ફળી છે.
આ વિશે ડી.ઇ.આે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 25 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો કે જે 2014માં ભરતી થયા હતા તેમના પાંચ વર્ષ પુરા થઇ જતાં તેમને પૂરા કરવાની કામગીરી બે દિવસથી હાથ ધરવામાં આવી હતી અને તેના માટે ત્રણ અધિકારીઆેને બેસાડવામાં આવ્યા હતા. આ 25 શિક્ષકોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર દિવાળી સરપ્રાઈઝ ભેટ મળી છે.
વધુમાં જણાવ્યું હતું કે ,જે પાંચ છ શિક્ષકોને આેર્ડર આપવાના બાકી છે તે શિક્ષકોએ હિન્દીની પરીક્ષા પાસ કરવાની બાકી હોવાથી તેઆેને આપવાનું કામ બાકી રાખવામાં આવ્યું છે પછી શિક્ષકોને કાયમી કર્મચારી તરીકે આેર્ડર થતા દિવાળીની ઉજવણીનો આનંદ બેવડાયો છે.

(AAJKAAL)
Aajkaal