X Close
X
9925128845

રાજકોટ રોગચાળાના ભરડામાંઃ 17 લાખની વસતીમાં મહાપાલિકાને મળ્યા 347 બિમાર!


RMC1

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વધુ એક વખત જૂઠાણા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ શહેર ભારે વરસાદ બાદ રોગચાળાના ભરડામાં સપડાયું છે ત્યારે મહાપાલિકાની આરોગ્યશાખા ને 17 લાખની વસ્તી ના શહેરમાં 347 લોકો જ બિમાર હોવાનું માલુમ પડéું છે ! બીજી બાજુ ખાનગી તબીબો ભારપૂર્વક એવો દાવો કરી રહ્યા છે કે હાલમાં શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો ની સંખ્યા જ 347 થી વધુ છે!
વધુમાં મહાપાલિકાની આરોગ્યશાખા એ જાહેર કરેલા સાપ્તાહિક એપેડેમીક રિપોર્ટ અનુસાર રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં તાવ શરદી અને ઉધરસના 178 કેસ ઝાડા-ઊલટીના 138 કેસ, ટાઈફોઈડના ત્રણ કેસ, ડેન્ગ્યુના ચાર કેસ મરડાના નવ કેસ , કમળાના બે કેસ તેમજ અન્ય સામાન્ય તાવના 33 કેસ મળી સમગ્ર શહેરમાં ફક્ત 347 લોકો બિમાર છે.

(AAJKAAL)
Aajkaal