X Close
X
9925128845

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાયમાલઃ મગફળી 450થી 750ના ભાવે વેચાઈ


bedi-yard

રુ.300 કરોડના ખર્ચે નિમિર્ત રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પૂરતી માત્રામાં પ્લેટફોર્મના અભાવે તાજેતરમાં વરસેલા માવઠા દરમિયાન મગફળી પલળી જતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. દરમિયાન આજે વરસાદમાં પલળી ગયેલી મગફળીની જાહેર હરાજી કરવામાં આવી હતી તો તેમાં ટેકાના ભાવ કરતા રુપિયા 318 થી 568 જેટલા નીચા ભાવે સોદા થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

ખેડૂતોને મદદરુપ થવાના હેતુથી એક તરફ રાજ્ય સરકાર દ્વારા રુ.1018ના ટેકાના ભાવથી મગફળી ની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે બીજી બાજુ રાજકોટ માર્કેટયાર્ડમાં વરસાદમાં પલળી ગયેલી મગફળીના 20 કિલોના ભાવ રૃપિયા 450 થી 700 ના ભાવે સોદા થઈ રહ્યા છે મતલબ કે ટેકાના ભાવથી પણ ખેડૂતોને રુપિયા 318 થી 568 જેટલો આેછો ભાવ મળી રહ્યાે છે. બીજી બાજુ ખુલ્લા બજારમાં સારી ગુણવત્તાની મગફળીમાં પણ 20 કિલોનો ભાવ ફક્ત રુ.700થી 940 સુધી ઉપજ્યો હતો જે પણ ટેકાના ભાવ થી આેછો જ હતો.ખેડૂતોએ ‘આજકાલ’સાથેની વાતચીતમાં એવી વ્યથા વ્યક્ત કરી હતી કે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની રાખવા માટે પૂરતી માત્રામાં પ્લેટફોર્મ ઉપલબ્ધ નથી જેના લીધે માવઠામાં મગફળીને નુકશાન થયું છે તેથી રાજકોટ માર્કેટયાર્ડ એ ખેડૂતોને નુકસાન પેટે વળતર ચૂકવવું જોઈએ.

બીજી બાજુ આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર પરસોતમ સાવલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની મગફળી વરસાદમાં પલળી જાય તેના કંઈ થોડા વીમા હોયં! વરસાદની આગાહી હતી તેથી અગાઉથી જ ખેડૂતોને લેખિતમાં તેમજ માર્કેટયાર્ડમાં લાઉડ સ્પીકર મારફતે જાહેરાત કરવામાં આવી હતી કે કોઈએ મગફળી અને કપાસ લઈને આવવું નહી તેમ છતાં જો ખેડૂતો સૂચના અવગણીને તેમજ દલાલોની વાતોમાં આવી જઈને મગફળી લાવે અને વરસાદમાં પલળી જાય તો તેમાં યાર્ડ શું કરે ં ખેડૂતોને માલ લઈને આવવાનું કોણે કીધું હતું ં તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોએ દલાલોની વાતોમાં આવી જઈને ગેરમાર્ગે દોરાયા હતા જેથી નુકસાન સહન કરવાના સંજોગો નિમાર્ણ થયા છે! મગફળીની ખરીદી કરતા આેઈલમિલર્સએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વરસાદમાં પલળી ગયેલી મગફળીનું વજન વધી ગયું હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાના કારણે સીધું પીલાણ થઈ શકતું નથી તદઉપરાંત દાણામાં કાળા ટપકા પડી જાય છે જેના લીધે ગુણવત્તાયુક્ત સીગતેલ નીકળી શકતું નથી આથી તેના પૂરા ભાવ ઘટી જાય છે.

(AAJKAAL)
Aajkaal