X Close
X
9925128845

રાજકોટ જિલ્લામાં ટયુશન કલાસના ચેકિંગ માટે કલેકટરનો આદેશ: પ્રાંત અધિકારીઓને જવાબદારી સોંપાઇ


Jangaon:

સુરતની ઘટના બાદ આ પ્રકારની કોઈ ઘટના રાજકોટ જિલ્લામાં ન બને તે માટે અગમચેતીના પગલાંરૂપે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુાએ આજે ટોચના અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ખાનગી હોસ્પિટલો, ટયુશન કલાસ અને હોટેલોમાં ફાયર સેફટીની પુરતી વ્યવસ્થા છે કે નહીં તેનું ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
તમામ તાલુકા મથકોએ આવેલી હોટેલો, ખાનગી હોસ્પિટલો અને ટયુશન કલાસીસમાં ચેકિંગ માટેની જવાબદારી જે તે તાલુકાના પ્રાંત અધિકારીઓને સોંપવામાં આવી છે અને પ્રાંત અધિકારીઓની રાહબરી હેઠળ મામલતદારોની ટીમ બનાવવામાં આવી છે. ટીમ દ્રારા દરરોજ કેટલા સંકૂલો ચેક કરવામાં આવ્યા અને તેમાં શું સ્થિતિ જોવા મળી છે તેનો રિપોર્ટ મામલતદારોએ પ્રાંત અધિકારીઓને કરવાનો રહેશે અને પ્રાંત અધિકારીઓ કલેકટરને રિપોર્ટ કરશે.

રાજકોટ શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પેારેશનના સત્તાવાળાઓ દ્રારા આજ સવારથી જ ચેકિંગનો સપાટો બોલાવવામાં આવ્યો છે અને ચેકિંગની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે

Aajkaal