X Close
X
9925128845

માંગરોળ, વંથલી, ધાંગધ્રા, ધોરાજી, અમરેલી પંથકમાં ચાર ઇંચ વરસાદ


rain

સૌરાષ્ટ્રમાં ભાદરવા માસના પ્રારંભેથી શરુ થયેલી મેઘરાજાની મહેર અવિરામ ચાલુ જ રહી છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન માંગરોળ, વંથલી, અમરેલી, ધાંગધ્રા, ધોરાજી, જામજોધપુર સહિતના વિસ્તારોમાં સાડા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પછી જવા પામ્યો છે જ્યારે જૂનાગઢ ભેસાણ, મેંદરડા વઢવાણ લખતર સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડી જતા લોકો ખુશખુશાલ થઇ ગયા છે.
સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદ જોઈએ તો જૂનાગઢ જિલ્લા માં માંગરોળ વંથલી તારીખ માળીયા ભેસાણ જૂનાગઢ મેંદરડામાં અઢીથી ત્રણ જ કેશોદ માણાવદર વિસાવદર દોઢ ઇંચ વરસાદ પડéાે હતો.

રાજકોટ જિલ્લામાં ધોરાજી, 4 જેતપુર, ઉપલેટા દોઢથી બે અને ગાેંડલ વિછીયા રાજકોટ શહેર જામ કંડોરણા જસદણ પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડéાે હતો. અમરેલી જિલ્લામાં ધારી લાઠી બેથી અઢી બાબરા, લીલીયા, રાજુલા સાવરકુંડલામાં દોઢ અને અમરેલીમાં સાડાત્રણ Iચ નાેંધાયો હતો ભાવનગર જિલ્લામાં મહુવામાં બે ઇંચ, ભાવનગર વલભીપુર ઉમરાળા પાલીતાણા ગારિયાધાર પંથકમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. જામનગર જિલ્લામાં જામજોધપુર સાડા ત્રણ કાલાવડ અને જોડિયામાં એકથી દોઢ ઇંચ વરસાદ નાેંધાયો છે દ્વારકા જિલ્લાના ભાણવડમાં સવા બે ઇંચ સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાં સાડા ત્રણ લખતર ત્રણ વઢવાણ સુરેન્દ્રનગર જ્યારે થાનગઢ સાયલા ચોટીલા લીબડી મુળી પંથકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડéાે હતો.

(AAJKAAL)
Aajkaal