X Close
X
9925128845

મહેસાણામાં ચાઇનીઝ કાતિલ દોરીથી ત્રણનો મોત


Crime 11-11-16

મહેસાણા શહેર સહિત જિલ્લામાં ચાઇનિઝ દોરી અને ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં બજારમાં તેનું વેચાણ થઇ રહ્યું છે. નિર્દોષ લોકો માટે ઘાતક પુરવાર થતી આ ચાઇનિઝ દોરીએ શનિવારે મહેસાણામાં ત્રણ જણાને લોહી લુહાણ કરી નાખ્યા હતા. બાઇક લઇને મહેસાણા તરફ આવી રહેલા થુમથલ ગામના યુવાનના ચહેરા પર દોરીનો લસરકો વાગતાં હોઠની નીચેનો કપાઇ જતાં 10 ટાંકા આવ્યા હતા. તો આઠ વર્ષનાં કિશોરના હાથની બે આંગળી વચ્ચે દોરી વાગતાં 5 ટાંકા લેવા પડ્યા હતા. અન્ય યુવકના ચહેરાના ભાગે દોરી વાગતાં તેમને પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલમાં લવાયા હતા. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં દોરીથી બાઇકચાલકનું ગળું કપાઇ જતાં તે બેહોશ થઇ ગયો હતો. તેને 10 ટાંકા આવ્યા હતા.
થુમથલ ગામના મહિપાલ શૈલેશગીરી ગોસ્વામી (23) ઘરેથી બાઇક લઇ મહેસાણા તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પતંગની દોરીથી તેમના ચહેરા પર ઘસરકો થતાં જ ઉભા રહી ગયા હતા. હોઠની નીચેના ભાગે ઇજા થયેલી હાલતમાં સારવાર માટે મહેસાણા સિવિલમાં આવેલા મહિપાલભાઇ ગોસ્વામીને 5 ટાંકા આવ્યા હતા. જ્યારે મહેસાણાના શૌર્ય અશોકભાઇ મુલચંદાણી (8)ને શનિવારે બપોરે બે આંગળીઓ વચ્ચે પતંગની દોરી વાગતાં તેને પણ 3 ટાંકા આવ્યા હતા. જ્યારે કરણ રાજેશભાઇ જયસ્વાલને પણ ચહેરાના ભાગે દોરીથી ઇજા થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે શહેરના પાંચોટ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. જેમાં ડીમાર્ટની સામે આવેલા શિવગંગા કોમ્પલેક્ષ બહાર રોડ પર એક ઇકોગાડીના ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે ગાડીમાં તપાસ કરતાં ચાઇનિઝ દોરીના 170 રીલ મળી આવ્યા હતા. પોલીસે રૂ.1.45 લાખની ગાડી, ચાઇનિઝ દોરી સાથે અવિનાશ મહેશભાઇ ઠાકોર (રહે. બોકરવાડા) અને વિરાજ શૈલેશભાઇ અંબાલાલ (રહે. બ્રાહ્મણવાડા)ની ધરપકડ કરી હતી. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તો પાટણમાં પોલીસ અને વન વિભાગે વેરાઈ ચકલા નજીકથી ચાઇનિઝ દોરીની 31 ફિરકીઓ પકડી પાડી છે.

(AAJKAL)
Aajkaal