X Close
X
9925128845

મને પણ સંજય દત્તની જેમ વહેલી જેલ મુક્તિ આપો


Sanjay Dutt_cprSanjay_Dutt-74371

મુંબઈ બોમ્બ ધડાકા કેસમાં ફિલ્મ અભિનેતા સંજય દત્તને આર્મ્સ એકટ હેઠળ દોષિત ઠેરવાયા બાદ તેને પાંચ વર્ષની જેલ સજા થઈ હતી પરંતુ તેને વહેલો છોડી મુકાયો હતો. રાજીવ હત્યા કેસના આરોપીને વહેલી મુક્તિ જોઈએ છે. રાજીવ ગાંધી હત્યા કેસના આજીવન કેદીએ આરટીઆઈ મુજબ સંજુની મુક્તિ કેવી રીતે થઈ તેનો જવાબ માગતા પૂણેની સેન્ટ્રલ જેલ દ્વારા એવો જવાબ અપાયો છે કે, સારી વર્તણૂકના આધારે સંજુને વહેલો છોડાયો હતો.

જેલના સત્તાધિશોએ એવી ચોખવટ પણ કરી છે કે, સંજુની મુક્તિ પહેલાં કેન્દ્ર કે રાજ્ય સરકાર સાથે કોઈ મસલતો થઈ નહતી અને જેલના મેન્યુઅલ મુજબ આ નિર્ણય લેવાયો હતો. મહારાષ્ટ્ર જેલ મેન્યુઅલના આધારે કેદીને છોડી શકાય છે અને તેના માટે કોઈને પૂછવાની જર હોતી નથી. સારી વર્તણૂક હોય તો વહેલી મુક્તિનો નિર્ણય લઈ શકાય છે.

સંજુને મુકત કરવામાં બંધારણ કે સીઆરપીસીની કોઈ જોગવાઈ કે કલમનો ભંગ કરવામાં આવ્યો નહોતો. રાજીવ ગાંધી હત્યા કેસના આજીવન કેદ પામેલા આ આરોપીએ એવી ચોખવટ પણ કરી છે કે, સંજુને પાછો જેલમાં લાવવાનો હેતુ નથી પરંતુ બધા આરોપીઓને આ સીસ્ટમનો લાભ મળવો જોઈએ. આરોપીના વકીલે એવી દલીલ કરી છે કે, આવા જ આરોપસર બીજા કેદીને પણ લાભ મળવો જોઈએ. આરટીઆઈ મુજબ માહિતી માગવાનો હેતુ સ્પષ્ટ છે કે, રાજીવ ગાંધરી હત્યા કેસના આરોપીને પણ વહેલી મુક્તિ જોઈએ છે.

(AAJKAAL)
Aajkaal