X Close
X
9925128845

ભાલકેશ્વર મહોત્સવ પ્રસંગે લોકડાયરામાં નોટોનો વરસાદ


001-4

પ્રથમ જ્યોતિર્લીગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે આવેલ ભાલકેશ્વર મહોત્સવના અંતિમ દિને રાત્રીના ભવ્ય ડાયરો યોજાયેલ જેમાં નોટોના વરસાદ વરસેલ હતો અને ડાયરામાં વધુ એક વિક્રમ સજાર્યો હોય તેમ કેનેડા સ્થિત આશિષ જાલોન્દ્રા નામના વ્યિક્તએ આેન લાઇન ડોલર નાેંધાવ્યા હતા. સોમનાથ સાંનિધ્યે ભાલકાતીર્થમાં યોજાયેલ ત્રીદિવસીય ભાલકેશ્વર મહોત્સવના અંતિમ દિવસે આહીર સમાજ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયેલ જેમાં નોટોનો વરસાદ વરસ્યો હતો. આ લોકડાયરામાં લોક ગાયક કલાકાર રાજભા ગઢવી, માયાભાઇ આહીર, દેવાયત ખાવડ સહિતના નામાંકીત કલાકારો ઉપર આહીર સમાજના આગેવાનો, યુવાનોએ મન મુકીને લાખો રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આ લોકડાયરામાં રાજયના ખુણે ખૂણેથી આહીર સમાજના લોકોનું માનવ મહેરામણ ઉમટી પડેલ હતું. આ લોકડાયરામાં નોટોના વરસાદ વરસતા નોટો ગણવા મશીનો મુકવા પડéા હતા અને લોકડાયરામાં વધુ એક વિક્રમ સજાર્યો હતો જેમાં કેનેડા સ્થિત આશિષ જાલોન્દ્રા નામના વ્યિક્તએ આેન લાઇન ડોલર નાેંધાવ્યા હતા.

(AAJKAAL)
Aajkaal