X Close
X
9925128845

ભારતમાં શરૂ થશે ગાર્બેજ કેફે, કચરો આપો અને મફત જમો !


gajab

દુનિયામાં કચરાની સમસ્યા દિવસેને દિવસે વધતી જતી જોવા મળે છે. ત્યારે સામાન્યરીતે સરકાર દ્વારા પણ કચરો દુર કરવા અવનવી તરકીબો કરવામાં આવતી હોય છે. પરંતુ તેની અસર ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. કચરામાં પણ ખાસ કરીને પ્લાસ્ટિક પર્યાવરણને અતિશય નુકશાન પહોંચાડે છે. કચરો અને એમાં પણ ખાસ કરીને પ્લાસ્ટીકનો નાશ કરવો એ ખુબ જ અઘરો છે. ત્યારે કેટલાક ગરીબ લોકો આ પ્લાસ્ટિક રસ્તા પરથી ઉઠાવીને તેને વેચીને પૈસા કમાતા હોય છે પણ તેમ છતાં તેઓને સારું ભોજન નસીબ નથી થતું. ત્યારે પ્લાસ્ટિકના પુનઃપ્રયોગ માટે દેશના છતીસગઢ રાજ્યમાં અંબિકાપુરમાં દેશના સૌથી પહેલા ગાર્બેજ કેફેની શરૂઆત કરવામાં આવી છે. આ કેફે અંતર્ગત નગરપાલિકા શહેરના ગરીબ લોકોને પ્લાસ્ટિકના બદલે ભોજન કરાવશે. આ અભિયાન અંતર્ગત કોઈ પણ રસ્તા પર પડેલા કચરામાંથી એક કિલો પ્લાસ્ટિક કેરી બેગ લાવશે તો તેમને મફત ભોજન કરાવવામાં આવશે અને અડધો કિલો પ્લાસ્ટિક લાવવા પર ભરપેટ નાસ્તો કરાવવામાં આવશે. તો સાથે જ નગરપાલિકા દ્વારા ભેગા કરવામાં આવેલા પ્લાસ્ટિકનો ઉપયોગ રોડ બનાવવામાં કરવામાં આવશે. ત્યારે હાલમાં તો ૮ લાખ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીને પ્રશાસને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પહેલો રોડ બનાવી પણ દીધો છે. તેમના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક અને આસ્ફાલ્ટથી બનેલો રોડ લાંબો ટકે છે. ત્યારે આવી સરાહનીય કામગીરી જો દેશમાં તમામ જગ્યાએ થાય તો ‘ક્લીન ઇન્ડિયા’ બનતા કદાચ વાર ના લાગે.

(AAJKAAL)
Aajkaal