ભારતમાં અવનવી બાઈક લોન્ચ થતી જ હોય છે. ત્યારે વધુ એક બાઈક ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે. મહિન્દ્રાએ તેની ફ્લેગશિપ મોટરસાઇકલ મોજોને એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરીને માર્કેટમાં ઉતારી દીધી છે. ત્યારે મહિન્દ્રા Mojo ABSની એક્સ શો રૂમ કિંમત 1.89 લાખ રૂપિયા છે. બાઇકને ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ કરવામાં આવી છે. આ સાથે તેમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ પણ થયાં છે. હવે આ બાઇક ફક્ત એક મોજો 300 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, અત્યાર સુધી ઉપલબ્ધ XT અને UT વેરિઅન્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે.
પહેલાં બાઇકમાં ફ્યુઅલ ટેન્ક નીચે ગોલ્ડન ડબલ ટ્યૂબ આપવામાં આવી હતી, જેને રિપ્લેસ કરીને હવે બ્લેક ટ્યૂબ આપવામાં આવી છે. બાઇકનાં સસ્પેન્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યાં છે. ABS સાથે અપડેટ થયેલ મહિન્દ્રા મોજો 300ની સ્ટાઇલમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કેટલાક કોસ્મેટિક અપડેટ્સ કરવામાં આવ્યા છે.
મિકેનિકલી બાઇક જૂનાં મોડલ જેવી જ છે. મોજો 300 ABSમાં 295ccનું એન્જિન છે, જે 26.3 PS પાવર અને 30 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ એન્જિન જાવા મોટરસાઇકલ્સમાં પણ આપવામાં આવ્યું છે. ABSવાળી મહિન્દ્રા મોજોનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
1 એપ્રિલ 2019થી 125cc અને તેના કરતા વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક્સમાં ABS હોવું ફરજિયાત છે. ABS વગર આવી બાઇક્સ વેચી ન શકાય. હવે ABS જોડાયા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં તેનું વેચાણ વધશે. માર્કેટમાં આ બાઇકની ટક્કર બજાજ ડોમિનીર 400 સાથે છે. ત્યારે જોવાનું એ રહેશે કે લોકો કંઈ બાઈક ખરીદવાનું પસંદ કરશે…
(AAJKAAL)