X Close
X
9925128845

ભારત આજે જ સેમીમાં સ્થાન પાકું કરી લેવાના મૂડમાંઃ ડાર્ક હોર્સ બંગલાદેશ સામે કસોટી


ind-bangla

ઇંગ્લેન્ડ સામે રવિવારે હારી ગયા બાદ વિરાટ કોહલીની ટીમ કોઈ જોખમ લીધા વિના મંગળવારે બાંગ્લાદેશ સામે વિજય હાંસલ કરીને આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ્ની સેમિફાઇનલમાં પ્રવેશ કરવાનું પસંદ કરશે. રવિવારના પરિણામ બાદ ભારતના ભાવિ પર તો ખાસ અસર પડી નથી પરંતુ ભારતીય ટીમ છેલ્લી મેચની રાહ જોયા વિના જ બાંગ્લાદેશ સામે જીતીને સેમિફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી લેશે. બપોરે 3.00 કલાકે મેચનો પ્રારંભ થશે.
બાંગ્લાદેશ માટે આ મેચ અત્યંત મહત્વની છે કેમ કે ભારતના પરાજય બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે વધુ જોખમ પેદા થયું છે. જોકે બાંગ્લાદેશ સાવ ફેંકાઈ ગયું નથી પરંતુ તેમને બાકીની બંને મેચ જીતવી ફરજિયાત બની ગઈ છે. બાંગ્લાદેશે હવે ભારત અને પાકિસ્તાન બંનેને હરાવવા તો પડશે જ પરંતુ ત્યાર બાદ પણ તેમણે ન્યૂઝીલેન્ડ જીતી જાય તેવી આશા રાખવાની છે.

જો કે આ મેચ દરમિયાન ભારત કેટલાક ફેરફાર કરે તેવી પણ સંભાવના દેખાય છે. ભારત અત્યારે સાત મેચમાંથી 11 પોઇન્ટ ધરાવે છે અને મંગળવારનો વિજય તેને સેમિફાઇનલમાં પહોંચાડી દેશે. ફોર્મની દૃષ્ટિએ ભારતીય ટીમમાં કોઈ ખામી નથી. રોહિત શમર્એિ આ ટુનર્મિેન્ટમાં ત્રણ સદી ફટકારી છે તો વિરાટ કોહલી છેલ્લી પાંચ મેચમાં અડધી સદી ફટકારી ચૂક્યો છે. આમ છતાં ધોની અને કેદાર જાધવની ધીમી બેટિંગ ચિંતાનો વિષય છે.
બીજી તરફ બાંગ્લાદેશના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો છે. ખાસ કરીને સાકીબ અલ હસન જોરદાર ફોર્મમાં છે. વર્લ્ડ નંબર-વન ઓલરાઉન્ડરે અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકાયર્િ બાદ પાંચ વિકેટ પણ ઝડપી હત

(AAJKAAL)
Aajkaal