X Close
X
9925128845

બામણબોરની 527 એકર વિવાદાસ્પદ જમીનના મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનવણી


14_09_2015-scourt3

બામણબોર સર્વે નં.104ની કરોડો રૂપિયાની કિંમતની માલિકીની 527 એકર જમીન સુરેન્દ્રનગર જિલ્લાના સત્તાવાળાઆેએ જે તે વખતે હકુભા ખોડુભાઈ ખાચર સહિત 17 ખાનગી આસામીની ઠરાવી હતી. હિરાસર નજીકના ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રાેજેકટ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર સહિતના પાંચ ગામનો સમાવેશ રાજકોટ તાલુકામાં કરાતાં તેના સાહિત્યની ચકાસણી કરાતાં બામણબોરની આ જમીનમાં કૌભાંડ થયાની શંકા ગઈ હતી. રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ કેસ રિવિઝનમાં લઈ સંબંધકતાર્ પાર્ટીઆેને સાંભળી જમીન ખાલસા કરવાનો ચૂકાદો આપ્યો હતો.

કલેકટરના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે અને હાઈકોર્ટે કલેકટરના ચૂકાદાની અમલવારી સામે સ્ટે પણ આપ્યો છે. આજે આ કેસની સુનવણી હોવાના કારણે કેસ સંદર્ભે જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો પુરા પાડવા તથા વકીલને બ્રિફ કરવા માટે રાજકોટ કલેકટર કચેરીના અધિકારીઆેની એક ટીમ અમદાવાદ પહાેંચી હતી.

(AAJKAAL)
Aajkaal