X Close
X
9925128845

પાંચમી આેગસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં ગાેળી ચાલી નથી


Jangaon:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં આેલ ઇન્ડિયા મેનેજમેન્ટ કન્વેન્શનમાં ભાગ લેતા આજે કહ્યું હતું કે, પાંચ આેગસ્ટ બાદથી કાશ્મીરમાં એક પણ ગાેળી ચાલી નથી. શાહે આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસનાે ઉલ્લેખ કયોૅ હતાે. શાહે કહ્યું હતું કે, દેશની સુરક્ષાની સાથે સાથે એક ઇંચ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં. કારણ કે, આ મજબૂત ઇચ્છા શક્તિ અને ઇરાદા ધરાવનાર મોદી સરકાર છે. મોદીએ કરોડો દેશવાસીઆેના મનમાં વિશ્વાસ જગાવ્યો છે. અમિત શાહે ઉમેર્યું હતું કે, પાંચમી આેગસ્ટથી 17મી સÃટેમ્બર સુધી કાશ્મીરમાં એક પણ ગાેળી ચાલી નથી. કોઇનું મોત થયું નથી. કાશ્મીર સંપૂર્ણપણે શાંતિના માહોલમાં છે. કાશ્મીરમાં પાંચમી આેગસ્ટના દિવસે કલમ 370ની જોગવાઈ નાબૂદ કરી દેવામાં આવી હતી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે અમે એરસ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા નિર્ણય લઇએ છીએ ત્યારે અનેક ચીજો સામે રાખીએ છીએ. યુદ્ધ થશે ત્યારે શું થશે, કોઇ ભુલ થશે તાે શું થશે. આવી સ્થિતિમાં પણ દેશની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. અમિત શાહે સંબાેધનની શરૂઆતમાં કહ્યું હતું કે, આજે એક મોટો દિવસ છે. મોદીના જન્મદિવસ પર દેશના લોકો શુભેચ્છા પાઠવી રહ્યાા છે. 21મી સદી ભારતની હોઈ શકે છે. તેવો વિશ્વાસ આજે પ્રજામાં જાગ્યો છે. ન્યુ ઇન્ડિયાની કલ્પનામાં મહાન ભારતની કલ્પના રહેલી છે. આ કલ્પના મોદીએ 130 કરોડ ભારતીયોની સમક્ષ મુકી છે. એક વ્યક્તિ કોઇ પગલા લઇ શકે નહીં પરંતુ 130 કરોડ લોકો એક એક પગલું આગળ વધે ત્યારે દેશ 130 કરોડ પગલું આગળ વધે છે. મોદી સરકારની સિિદ્ધઆેની વાત કરતા કહ્યું હતું કે, કોઇ સરકાર 30 વર્ષ ચાલે ત્યારે પાંચ મોટા નિર્ણય લઇ શકે છે પરંતુ મોદીની સરકારે પાંચ વર્ષમાં 50થી વધુ મોટા નિર્ણય લઇને દેશને પરિવ##352;તત કરવાનું કામ કર્યું છે.

Aajkaal