ડોક્ટર તરીકેની ડીગ્રી ન હોવા છતાં પડધરીમાં એક વ્યિક્ત દવાખાનું ખોલી ને પ્રેિક્ટસ કરતો હોવાની મળેલી ચાેંકાવનારી ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય ના પ્રાંત અધિકારી આેમપ્રકાશ શમાર્, પડધરી ના તાલુકા મામલતદાર ભાવનાબેન વિરોજા અને હેલ્થ આેફિસર ગોરીયા ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં ફરિયાદમાં તથ્ય જણાતા દવાખાનું સીલ કરીને બની બેઠેલા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પડધરીમાં કિશોરભાઈ ગોલા વાળા ની બાજુમાં રમણીકભાઈ નામ વ્યિક્ત ડોક્ટર ન હોવા છતાં પ્રેિક્ટસ કરતો હોવાની ફરિયાદ મળી હતી તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડા દરમિયાન દવાખાનામાંથી પાંચ પોલીથીન બેગમાં ભરેલો એક્સપાયરી ડેટ વાળો દવાનો મોટો જથ્થો અને ઇન્જેક્શન મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા .આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને ડોકટ સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કોઇ પ્રકારની ડિગ્રી નથી અને આમ છતાં લોકોને ભરમાવી ને પોતે ડોક્ટર હોવાનું જણાવીને પ્રેિક્ટસ કરતો હતો.
પડધરીમાંથી પકડાયેલા બોગસ ડોક્ટર ના પિતા વર્ષોથી પડધરીમાં ડોક્ટર તરીકે પ્રેિક્ટસ કરતા હતા અને તેની પાસે ડિગ્રી હતી પરંતુ બે મહિના અગાઉ તેનું મૃત્યુ થયા બાદ રમણીકભાઈએ પ્રેિક્ટસ ચાલુ કરી હતી અને બસ સ્ટેન્ડ નજીક નાનકડી દુકાનમાં દવાખાનુ ચાલુ રાખ્યું હતું.