X Close
X
9925128845

તાપમાન વધતાં ઠંડીમાં આંશિક રાહત


Kashmir-Gulmarg-cold-winter-2

ભાવનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા આજે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા અને પવનની ઝડપ પણ ઘટીને 6 કિમી થતાં ઠંડીમાં આંશિક રાહત હતી. જો કે, ઉત્તર ભારતમાં હીમવષાર્નો દોર જે રીતે ચાલું છે તે જોતા આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર ઘટે તેવી શકયતા છે. ભાવનગર શહેરમાં ગઇકાલે મહત્તમ તાપમાન ફરી 1.1 ડિગ્રી વધીને 26 ડિગ્રીને આંબી ગયું હતું વર્તમાન સપ્તાહમાં ત્રીજી વખત 26 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી થયું છે 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. જ્યારે પવનની સરેરાશ ઝડપ બે કિલોમીટર થવાનાં કારણે ઠંડીમાં આંશિક રાહત રહી હતી. જ્યારે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન પણ વધવાનાં કારણે દિવસ દરમ્યાન સામાન્ય રાહત હતી. જ્યારે આજે ભેજનું પ્રમાણ વધીને 80 કીમી થયું હતું જો કે, અમુક સ્થળે ઝાળકનો અનુભવ તથયો હતો જો કે, તેની અમુક વિસ્તારોમાં નઅસર દેખાતી હતી. સવારે આઠ વાગ્યા સુધી ધુંધળું હવામાન હતું પરંતુ ત્યારબાદ વાતાવરણ સુર્યપ્રકારશીત રહ્યું હતું. એકયુવેધર વેબસાઇટમાં સવારે 9.30 વાગે તાપમાન 17 ડિગ્રી નાેંધાયું હતું જ્યારે હવામાન રડારમાં સવારે 9.30 વાગે 21 ડિગ્રી સવારે 10 વાગે 22 ડિગ્રી અને બપોરે એક વાગે વધીને 26 ડિગ્રી સુધી પહાેંચી ગયું હતું. હવામાન ખાતું માને છે કે, ઉત્તર ભારતમાં હજી હીમવષાર્નો દોર અટકયો અટકયો નથી તેથી ભલે હાલનાં તબકકે થાેડી રાહત હોય પરંતુ, સામાન્ય વધઘટ સાથે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. મોટાભાગનાં હવામાનશાંીઆેએ પણ ઠંડી આવતા દિવસોમાં જોર પકડે તેનો વતાર્રો કર્યો છે.

(AAJKAL)
Aajkaal