ટેલિવિઝનનો સૌથી ચર્ચિત અને લોકપ્રિય શો નાગિનના ફેન્સ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. હવે ટૂંક સમયમાં જ આ શૉની ચોથી સીઝન આવવા જઈ રહી છે. જોકે પહેલી બે સીઝનમાં મૌની રૉય અને ત્રીજી સીઝનમાં સુરભી જ્યોતિએ નાગિન બનીને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. ત્યારે હવે એવી ચર્ચા થઇ રહી છે કે નાગિન 4માં લીડ રોલમાં કઇ એક્ટ્રેસ જોવા મળશે? ત્યારે આ સવાલનો જવાબ આવી ગયો છે. નાગીનની સીઝન ચોથીમાં નિયા શર્મા જોવા મળશે. મીડિયા અહેવાલ પ્રમાણે, નિયા શર્માને નાગિન-4 માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. નિયા શર્મા ઘણાં પૉપ્યુલર ટીવી શૉઝમાં નજરે આવી ચુકી છે. જોકે અગાઉ ક્રિસ્ટલ ડિસૂઝાને નાગિન માટે અપ્રોચ કરવામાં આવી હોવાની અટકળો વહેતી થઇ હતી. તાજેતરમાં જ એકતા કપૂરે સોશિયલ મીડિયા પર નાગિન 4નું ટીઝર શેર કર્યું હતું.
(AAJKAAL)