વન-ડેના વર્લ્ડ કપ્ના પ્રસારણના હકો ધરાવતી સ્ટાર સ્પોટ્ર્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી એક ટીવી કમર્શિયલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વાંધાજનક લાગી છે એટલે એણે આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને ફરિયાદ કરી છે. આઇસીસીએ એ સંબંધમાં બ્રોડકાસ્ટર કંપ્ની સાથે ચચર્િ કરી છે અને પાક બોર્ડની ફરિયાદ મૌખિક રીતે પહોંચાડી દીધી છે.વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓને આ આખી ઘટનાની જાણ છે, પણ પોતાને કંઈ સ્પર્શતું ન હોવાથી આ મુદ્દાથી દૂર રહ્યા છે. ગઈ કાલની મેચ પહેલાં સ્ટાર સ્પોટ્ર્સ પર બતાવવામાં આવેલી મૌકા…મૌકા… જાહેરખબરમાં એક ભારત-તરફી ક્રિકેટપ્રેમીને પાકિસ્તાની ટીમના ચાહકના બાપ તરીકે ઓળખાવતો બતાવવામાં આવ્યો હતો. આ જાહેરખબર પાછળનો હેતુ પાકિસ્તાન ગઈ કાલ પહેલાંના ભારત સામેના તમામ છ વર્લ્ડ કપ-મુકાબલા હાર્યું હતું એના પર પ્રકાશ પાડવાનો હતો.
(AAJKAAL)