આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર (પાવી)માં 4 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત રાજ્યના 26 જિલ્લાના 77 તાલુકામાં મેઘમહેર થઈ હોવાની સ્ટેટ ક્ધટ્રોલમ દ્વારા જાણવા મળે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત પર દરિયાની સપાટીથી 1.5 કિલોમીટરની ઉંચાઈ પર અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાવા પામ્યું છે અને તેના કારણે આજે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસુ આગળ ધપવા માટે તમામ સંજોગો સાનુકુળ છે અને આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, મધ્ય અરબી સમુદ્ર, કોંકણ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના વિસ્તારોમાં મેઘમહેર થશે. ગુજરાતમાં અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
પાટણના શમી, બનાસકાંઠાના દાતા, અરવલ્લીના મેઘરજ-મોડાસામાં અડધો ઇંચ, મહેસાણાના કડી અને સાબરકાંઠાના પોશીનામાં એક ઇંચ વરસાદ થયો છે. છોટા ઉદેપુરની બોડેલીમાં 43, છોટા ઉદેપુરમાં 66, સંખેડામાં 25, પંચમહાલના ઘોઘમ્બામાં 35, ગોધરામાં 65, જાંબુઘોડામાં 42, શહેરામાં 66, મહિસાગરના લુણાવાડામાં 29, સંતરામપુરમાં 28, વીરપુરમાં 49, દાહોદમાં 28, દેવગઢબારિયામાં 25, સીંગવાડમાં 29, સંજેલીમાં 25, તાપીના નિઝરમાં 54, સોનગઢમાં 41, સુરતના ઓલપાડમાં 32, સુરતમાં 69 મીમી વરસાદ થયો છે.