X Close
X
9925128845

જેક્લીને ફક્ત ૩ મીનીટ નાચવાના લીધા અધધધ રૂપિયા….


bollywood-238

આવનાર 30 ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ સાહોની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સાહોનું એક ગીત રિલીઝ થયું છે. જે ગીતમાં પ્રભાસ અને જેક્લીનની જોડી ધૂમ મચાવી રહી છે. આ ગીતને નીતિ મોહન અને બાદશાહે પોતાનો અવાજ આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મના એક ગીતમાં થોડી મિનિટો માટે હાજરી આપવાના જેક્લીને ૨ કરોડ રૂપિયા લીધા છે. ગીતમાં પ્રભાસ અને જેક્લીનની સિજલિંગ કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સાહોના ત્રણ ગીતો સામે આવી ચૂક્યા છે. જેમાં સાઈકો સૈયા અને ઈન્ની સોની બાદ બેડ બોય લોન્ચ કરવામાં આવ્યું છે. સાહોને અત્યારથી જ વર્ષ ૨૦૧૯ની બિગ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ કહેવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મ લોકોની આશા પૂરી કરવામાં સફળ રહેશે કે નહિ ? ફિલ્મને સુજીત દ્રારા ડાયરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મની મેકિંગ પાછળ ૩૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. શ્રદ્ધા સિવાય પણ સાહોમાં અગણિત બોલિવુડ કલાકરો જોવા મળવાના છે. જેમાં ચંકી પાંડે, મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જૈકી શ્રોફ અને મહેશ માંજરેકરનો સમાવેશ થાય છે. સાહો સામે બોક્સઓફિસ પર કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી થઈ રહી. જેથી ફિલ્મને કમાણી બાબતે પણ પુરો ચાન્સ મળશે તે માનવું રહ્યું.

(AAJKAAL)
Aajkaal