જામનગર સહિત સમગ્ર હાલારમાં ડેન્ગ્યુનો કાળમો ડંખ દિન-પ્રતિદિન ભયાનક બની ગયો છે, ગઇકાલે સાંજે સાત વાગ્યે જી.જી. હોસ્પીટલના બહાર પાડેલા રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝીટીવના વધુ 95 કેસ નાેંધાયા છે, ખાનગી હોસ્પીટલમાં પણ ડેન્ગ્યુનો સિલસિલો ચાલુ રહયો છે, ગઇકાલથી જ કેટલીક હોસ્પીટલોમાં દિવાળીના તહેવારોની રજા પાડી દેવામાં આવી છે, ડોકટરો બહારગામ નીકળી ગયા છે ત્યારે દદ}આેની હાલત કફોડી બની ગઇ છે, જી.જી. હોસ્પીટલના મોટા ભાગના ડોકટરોની રજા રદ કરી દેવામાં આવી છે, તાવના વધુ 390 જેટલા કેસ નાેંધાયા છે, નવાનગર ડેન્ગ્યુનગરની છાપમાંથી હજુ બહાર આવ્યું નથી ત્યારે દિવાળીના દિવસો દદ}આે માટે જોખમી બને તેવા અેંધાણ વતાર્ઇ રહયા છે.
જી.જી. હોસ્પીટલના ડેન્ગ્યુના સ્પે. વોર્ડમાં પણ દદ}આે માટે પથારી ખુટી પડી છે, ગઇકાલે 95 દદ}આે પોઝીટીવ આવ્યા છે તેની સામે 49 દદ}આેને રજા આપી દેવામાં આવી છે, એવી ચાેંકાવનારી ફરીયાદો પણ બહાર આવી છે કે ડેન્ગ્યુ પોઝીટીવનો રિપોર્ટ લઇને આવનારા દદ}આેને માત્ર દવા આપીને દિવાળી બાદ આવવાનું કહેવામાં આવે છે, ગામડાના દદ}આેને દાખલ કરવામાં આવતા નથી તેવી ફરીયાદો પણ ઉઠી છે કમ સે કમ દિવાળીના તહેવારોમાં આેછા દદ}આે દેખાય તે રીતે હોસ્પીટલમાં રીતસરનો કારસો ઘડાઇ રહયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.