મુંબઈ,તા.૧૦
એશિયાનો સૌથી સેક્સી પુરુષનું ટાઈટલ પોતાના નામે કરનાર બોલીવુડ એક્ટર ઋત્વિક રોશનનો આજે જન્મદિવસ છે. બોલીવુડના જાણીતા નિર્દેશક-પ્રોડ્યુસર અને એક્ટર રાકેશ રોશનના દિકરા ઋત્વિક રોશનનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૭૪માં થયો હતો. આજે તેના જન્મદિવસ પર તેની જિંદગીની રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ. ઋત્વિક રોશનની સાથે તેના પિતાની બોન્ડીંગ ખુબ સારી જોવા મળી રહે છે. બન્ને એકબીજાના ખુબજ નજીક છે. ઉલ્લેખનીય છે કે એકવાર રાકેશ રોશનને તેના દીકરા પર એટલો ગુસ્સો આવ્યો કે તેના મિત્રની સામે જ ઋત્વિકને માર માર્યો હતો. તેનું કારણ એ હતું કે, એકવખત ઋત્વિક રોશન તેના મિત્રના ઘરે પાર્ટીમાં ગયો હતો. તે દરિમયાન ઋત્વિકે રમત-રમતમાં કાચની ખાલી બોટલને ઘરની અગાસી પરથી નીચે ફેકી દીધી હતી. આ જોઇને રાકેશ રોશનને ખુબ જ ગુસ્સો આવ્યો અને ગુસ્સ્સામાં ઋત્વિકને માર માર્યો હતો. આ પહેલી અને છેલ્લી વાર બન્યું હતું કે રાકેશ રોશને ઋત્વિક પર હાથ ઉઠાવ્યો હોય. ઋત્વિક રોશન રાકેશ રોશનનો લાડલો દીકરો રહ્યો છે. ત્યારબાદ ક્યારેય પણ ઋત્વિક પર હાથ ઉઠાવ્યો નથી.
(AAJKAAL)