ગુજરાત અત્યારે કડકડતી ઠંડી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને પર્યટનને પ્રાેત્સાહન આપનારા મહોત્સવોના રંગે રંગાયું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઆેમાં આયોજિત થનારા આ મહોત્સવ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ સુધી ચાલશે.
આ મહોત્સવો દ્વારા રોજગારના અવસર વધશે જ સાથે સાથે દેશ-વિદેશના પર્યટકો સમક્ષ ગુજરાતની લોકસંસ્કૃતિને નવી આેળખ અપાવવાની તક પણ મળશે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી ગુજરાતમાં અલગ અલગ સ્થાનો પર મોટી સંખ્યામાં મહોત્સવ આયોજિત થતા રહે છે. આ મહોત્સવો દ્વારા પ્રદેશની સાથે જ દેશ-વિદેશના લોકો, યાત્રિકો, પર્યટકોને ગુજરાતની લોકસંસ્કૃતિથી પરિચીત કરાવવામાં આવે છે. આ મહોત્સવોના માધ્યમથી સ્થાનિક કલાકારોને પોતાની કલા પ્રદશ}ત કરવાનો અવસર મળે છે સાથે જ તેને અને અન્ય વેપારીઆેને પણ સારી એવી આવક થાય છે એટલે કે આ મહોત્સવ રોજગાર ઉપલબ્ધ કરાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહી અહી અત્યારે વિદેશથી પણ પ્રવાસી ગુજરાતી આવે છે જે ત્રણ મહિના સુધી મુકામ કરે છે.
ક્યાં, કેવા પ્રકારનો ઉત્સવ
મહોત્સવ સ્થળ તારીખ
રણઉત્સવ ધોરડો સ્થિત સફેદ રણ-કચ્છ 1 ડિસેમ્બરથી 20 ફેબ્રુઆરી
હેરિટેજ મહોત્સવ રાણીની વાવ પરિસર-પાટણ 16થી 17 ડિસેમ્બર
પંચ મહોત્સવ મોટું તળાવ, પાવાગઢ-પંચમહાલ 15થી 19 ડિસેમ્બર
પતંગ મહોત્સવ સાબરમતિ રિવરફ્રન્ટ-અમદાવાદ અને અન્ય જિલ્લા 6થી 14 જાન્યુઆરી
મોઢેરા નૃત્ય મહોત્સવ સૂર્ય મંદિર, મોઢેરા-મહેસાણા 19થી 21 જાન્યુઆરી