X Close
X
9925128845

કાશ્મીરમાંથી કર્ફયુ હટાવવા, મોબાઈલ-ઈન્ટરનેટ શરૂ કરવાની અરજી પર આજે સુનાવણી


206523-sc-court21022018031120

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધ અને કર્ફયુ હટાવવા તથા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની માગ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. તહસીન પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી આ માગ કરી છે.
ન્યાયમૂતિર્ અરૂણ મિશ્ર, એમ.આર.શાહ અને અજય રસ્તોગીની પીઠ પૂનાવાલાની અરજી પર સુનાવણી કરશે. આ ઉપરાંત કાશ્મીર ટાઈમ્સના કાર્યકારી એડિટર અનુરાધા ભસીને પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કલમ-370 સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવવામાં આવેલા અંકુશને સમાપ્ત કરવાની માગણી કરી છે. આ અરજી પર કોર્ટ સમક્ષ ઝડપથી સુનાવણી કરવાની માગ પણ થઈ શકે છે. તહસીન પૂનાવાલાની અરજીમાં જમ્મ-કાશ્મીરમાં કર્ફયુ અને પ્રતિબંધ હટાવવા તથા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઆે ફરીથી શરૂ કરવાની માગ કરવામાં આવી છે સાથે સાથે અરજીમાં અટકાયત કરાયેલા નેતાઆેને પણ તુરંત છોડી દેવાની માગણી કરવામાં આવી છે.

ગુરૂવારે આ અરજી પર કોર્ટ પાસે ઝડપથી સુનાવણીની માગ કરી હતી જેના ઉપર કોર્ટે આવતાં સપ્તાહે સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ આદેશ જારી કરી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ-370ને સમાપ્ત કરી નાખી છે. એટલું જ નહી જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયું છે.

દરમિયાન કલમ-370 સમાપ્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે પરંતુ અત્યાર સુધી આ અરજીઆેને સુનાવણી માટે લિસ્ટેડ કરવામાં આવી નથી. અરજી દાખલ કરનારા લોકોમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટીના સાંસદ મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદીનો સમાવેશ થાય છે.

(AAJKAAL)
Aajkaal