સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે તો સાથે તેના આમ જોઈએ તો ફાયદાઓ પણ ઘણા બધા છે. ત્યારે આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કરીના કપૂર ખાને પૂરું પાડ્યું છે. તાજેતરમાં જ કરીના કપૂરે સોશિયલ મીડિયા પર શિક્ષણને પ્રોત્સાહિત કરતી એક તસવીર મુકી છે. ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર કરિના કપૂરે આ તસવીર પોસ્ટ કરી છે. જેમાં હથેળીમાં સુંદર રીતે ‘એડયુકેશન’ લખેલું નજરે પડી રહ્યું છે. જે એક એવો મેસેજ સમાજને આપે છે કે શિક્ષણનું બાળકના સારા અને સુખદ ભવિષ્ય માટે ખુબ જ મહત્વ રહેલું છે. હાલ તો તેની આ તસ્વીર સોશિયલ મીડિયામાં પૂરજોશમાં વાઈરલ થઇ રહી છે. તેમજ ઉલેખ્ખનીય છે કે, થોડા સમય પહેલાં જ કરિના ટીકાકરણ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ બની હતી. જેમાં તેણે રોગ પ્રતિરક્ષણ માટેનું મહત્વ આપીને સલાહ-સૂચનો આપ્યા હતા.
(AAJKAAL)