X Close
X
9925128845

કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં આજથી ખુલી શાળાઆેઃ સેના હાઈએલર્ટ પર


jammu-school19082019101213

જમ્મુ-કાશ્મીરમાં આટિર્કલ 370 હટાવ્યા બાદ રાજ્યમાં મૂકવામાં આવેલા પ્રતિબંધો હવે ધીમે-ધીમે હટાવવામાં આવી રહ્યા છે. મોબાઇલ ઇન્ટરનેટ, સ્કૂલ અને અન્ય પ્રતિબંધો પર હવે મુિક્ત આપવામાં આવી રહી છે. લગભગ 14 દિવસ બાદ આજે શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઆેમાં ફરીથી શૈક્ષણિક કાર્યની શરુઆત થઈ છે. થોડા દિવસોથી ઘરમાં કેદ બાળકો ફરી એકવાર સ્કૂલોની રોનક વધારતાં જોવા મળ્યા છે. જોકે, ઉચ્ચતર માધ્યમિક શાળાઆેને હજુ શરુ કરવાનો આદેશ નથી આપ્યો. બીજી તરફ, કોઈ પણ અવ્યવસ્થાનો સામનો કરવા માટે સુરક્ષા દળોને 24 કલાક મોરચા પર તહેનાત કરવામા આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે કહ્યું કે હજુ માત્ર શ્રીનગરના 190 પ્રાથમિક શાળાઆેને ફરી શરુ કરવામાં આવી છે. શ્રીનગરના જે વિસ્તારોમાં શાળાઆે શરુ કરવામાં આવી છે. તેમાં લાસજાન, સાંગરી, પંથચૌક, રાજબાગ, જવાહર નગર, નૌગામ, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલૂ અને શાલ્ટેંગ સામેલ છે. કંસલે કહ્યું કે આટિર્કલ 370 હટાવવાને ધ્યાને લઈ જેટલા પણ દિવસ શાળાઆે બંધ રહી છે તેના બદલે આ મહિના બાદ પૂરક વર્ગ લેવામાં આવશે. રાજ્યમાં સ્થિતિ સામાન્ય થતાં જ અન્ય જિલ્લાઆેની શાળાઆેને પણ શરુ કરવામાં આવી છે.
રોહિત બંસલે જણાવ્યું કે શ્રીનગરના ડેપ્યુટી કમિશ્નર ઇકબાલ ચૌધરીએ શિક્ષણ વિભાગના અધિકારીઆે અને શાળાઆેના વડાઆેની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લાની સ્કૂલોને શરુ કરવા અંગે ચર્ચા કરવામાં આવી. સ્કૂલોની સુરક્ષા જિલ્લા પ્રશાસનની મુખ્ય ચિંતા છે અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા માટે જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે.
કંસલે જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારી સ્થિતિની નિરીક્ષણ કરી રહ્યા છે. આ સંબંધમાં શ્રીનગરના ડીસીએ કહ્યું કે હવે ઘણે અંશે સ્થિતિ કન્ટ્રાેલમાં છે. પ્રશાસન સતત એવા પ્રયાસમાં લાગી ગયું છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકોની જિંદગી વહેલી તકે પાટા પર આવી જાય.

(AAJKAAL)
Aajkaal