X Close
X
9925128845

ઈસરો ગગનયાન પછી પોતાનું સ્પેશ સ્ટેશન બનાવશે


isro

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશનના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનું ખરાબ લેન્ડિંગ બાદ દેશની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થાનના પગલાં થોભી ગયા છે. હવે તેઆે એવું મિશન કરવા જઇ રહ્યા છે જે તેમણે આજ સુધી કર્યું નથી. ઇસરોના ચીફ ડો.કે.સિવને કહ્યું હતું કે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. સ્પેસ સ્ટેશન બનાવા માટે સૌથી જરુરી બે અંતરીક્ષયાનો કે સેટેલાઇટ કે ઉપગ્રહોને પરસ્પર જોડવા. આ મિશન ખૂબ જ જટિલ છે. તેના માટે અત્યાધુનિક નિપુણતાની જરુરિયાત હોય છે.

ઇસરોના ચીફ ડો.કે.સિવને કહ્યું કે આ એવું જ છે જેવું કોઇ ને બનાવા માટે આપણે એક ઇંટથી બીજી ઇંટને જોડીએ છીએ. જ્યારે બે નાની-નાની વસ્તુઆે જોડાય છે, ત્યારે તે મોટો આકાર બને છે. આ મિશનનું નામ સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપરીમેન્ટ. અત્યારે આ પ્રાેજેક્ટને આગળ વધારવા માટે સરકાર પાસેથી 10 કરોડ રુપિયા મળે છે. તેના માટે બે પ્રાયોગિક ઉપગ્રહોના પીએસએલવી રોકેટથી લોન્ચ કરાશે. પછી તેને અંતરિક્ષમાં જોડી દેવામાં આવશે. આ મિશનમાં સૌથી મોટી જટિલતા એ છે કે બે સેટેલાઇટ્સની ગતિ આેછી કરીને તેણે અંતરિક્ષમાં જોડવું. જો ગતિ યોગ્ય માત્રામાં આેછી ના થાય તો તે પરસ્પર ટકરાશે.

ઇસરો ચીફ ડો.કે.સિવને કહ્યું કે આ મિશનને કરવાનો મતલબ એ નથી કે ઇસરોના સ્પેસ સ્ટેશન મિશનની શરુઆત થઇ ચૂકી છે. કારણ કે આ એક પ્રાયોગિક મિશન છે. કારણ કે સ્પેસ સ્ટેશનનું મિશન ડિસેમ્બર 2021ના ગગનયાન અભિયાન બાદ જ શરુ કરાશે. કારણ કે અંતરિક્ષમાં વ્યિક્તઆેને મોકલવા અને ડોકિંગમાં મહારથ પ્રાપ્ત કર્યા બાદ જ સ્પેસ સ્ટેશન મિશનની શરુઆત કરી શકાશે.
ઇસરો ચીફ ડો.કે.સિવને કહ્યું કે ઇસરો વૈજ્ઞાનિકોને એ ખબર પડશે કે તેઆે પોતાના સ્પેસ સ્ટેશનમાં ઇંધણ, અંતરિક્ષ યાત્રીઆે અને અન્ય જરુરી વસ્તુઆે પહાેંચાડશે કે નહી. પહેલાં સ્પેડેક્સ મિશનને 2025 સુધી પીએસએલવી રોકેટને છોડવાની તૈયારી હતી. આ પ્રયોગમાં રોબોટિક આર્મ એક્સપેરીમેન્ટ પણ સામેલ થશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ને પાંચ દેશોની અંતરક્ષિ એજન્સીઆેએ મળીને બનાવ્યું છે. આ છે- અમેરિકા , રશિયા , જાપાન , યુરોપ અને કેનેડા . ને બનાવામાં 13 વર્ષ લાગ્યા હતા. તેમાં પણ ડોકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. ને બનાવામાં 40 વખત ડોકિંગ કરાયું હતું.
ઇસરોના ચીફ ડો.કે.સિવને કહ્યું કે ભારતીય સ્પેસ સ્ટેશનનું વજન 20 ટન હશે. તેના બદલામાં આપણે વિભિન્ન પ્રકારના પ્રયોગ કરી શકીશું. સાથો સાથ માઇક્રાેગ્રેવિટીનો અભ્યાસ કરી શકીશું. ભારતીય સ્પેસ સ્ટેશનમાં 15-20 દિવસ માટે કેટલાંક અંતરિક્ષયાત્રીઆેને રોકાવાની વ્યવસ્થા હશે. જો ઇસરો 5 થી 7 વર્ષમાં પોતાનું સ્પેશ સ્ટેશન બનાવી લેશે તો તે દુનિયાનો ચોથો દેશ હશે. જેને પોતાનું સ્પેસ સ્ટેશન હશે. આની પહેલાં રશિયા, અમેરિકા, અને ચીન પોતાના સ્પેસ સ્ટેશન બનાવી ચૂકયું છે

(AAJKAAL)
Aajkaal