X Close
X
9925128845

ઈરાને યુદ્ધની જાહેરાત કરી હોવાની આશંકા: મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો


Iran 9-8-17

અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ હવે ઈરાને યુદ્ધની જાહેરાત કરી દીધી છે. સવારે ઈરાને જામકરન મસ્જિદની ઉપર લાલ ઝંડો ફરકાવીને યુદ્ધ માટે એલર્ટ કર્યા છે. અત્રે જણાવવાનું કે આવા હાલાતમાં લાલ ઝંડો ફરકાવવાનો અર્થ એ હોય છે કે યુદ્ધ માટે તૈયાર રહો કે પછી યુદ્ધ શ થઈ ગયું છે. રિપોટર્સ મુજબ આવું પહેલીવાર બન્યું છે કે યારે ઈરાને આ પ્રકારે મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો છે.

કોમ સ્થિત જામકરન મસ્જિદના ડોમ પર સામાન્ય રીતે ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવે છે. આવામાં ધાર્મિક ઝંડો હટાવીને લાલ ઝંડો ફરકાવવાનો અર્થ યુદ્ધની જાહેરાત તરીકે લેવામાં આવી રહ્યો છે. કારણ કે લાલ ઝંડાનો અર્થ દુ:ખ જતાવવાનો થતો નથી. સ્પષ્ટ્ર છે કે ઈરાન પોતાના દેશવાસીઓને એવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું કહી રહ્યું છે જે તેમણે પહેલા કયારેય જોઈ નથી. જો કે ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધ વખતે પણ લાલ ઝંડો ફરકાવવામાં આવ્યો નહતો.

હકીકતમાં હત્પસૈન સાહેબે કરબલા યુદ્ધ વખતે મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો હતો. લાલ ઝંડો લોહી અને શહાદતનું પ્રતિક મનાય છે. હાલની સ્થિતિમાં તેનો ઉપયોગ સુલેમાનીની હત્યા બાદ ઈરાન બદલો લેવા જઈ રહ્યું છે તેમ જોવામાં આવી રહ્યું છે. જામકારન મસ્જિદ ઈરાનની સૌથી પવિત્ર મસ્જિદ ગણાય છે અને અહીંના યુવાઓ ઉપર પણ તેનો ઘણો પ્રભાવ છે.

(AAJKAL)
Aajkaal