X Close
X
9925128845

આવકવેરા ખાતાએ નવેમ્બર સુધીમાં 2.10 કરોડ ટેક્સ રિફન્ડ મોકલ્યા


incometax

આવકવેરા ખાતાએ નવેમ્બર સુધીમાં વર્ષ 2019-20ના પ્રથમ આઠ મહિનામાં 2.10 કરોડ રિફન્ડની પ્રqક્રયા પૂરી કરી રુ.1.46 લાખ કરોડનું રિફન્ડ મોકલી આપ્યું હોવાનું અધિકારીઆેએ કહ્યું હતું.
સેન્ટ્રલાઈÈડ પ્રાેસેસિંગ સેન્ટર (સીપીસી)એ રિફન્ડની પ્રqક્રયા ઝડપી બનાવતાં ગયા વરસની સરખામણીએ 20 ટકા વધુ રિફન્ડ મોકલાયા હતા, એમ તેમણે કહ્યું હતું. એપ્રિલ 2019 અને 28 નવેમ્બર વચ્ચે સીપીસીએ 4.70 કરોડ રિટર્ન પ્રાેસેસ કર્યા હતા જે અગાઉના વર્ષના આજ સમયગાળા દરમિયાન પ્રાેસેસ કરવામાં આવેલા 3.91 કરોડ રિટર્નની સરખામણીએ 20 ટકા વધુ હોવાનું તેમણે કહ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં 28 નવેમ્બર 2019 સુધીમાં આવકવેરા ખાતાએ રિફન્ડના 2.10 કરોડ કેસ પ્રાેસેસ કર્યા હતા જે વર્ષ 2018-19ના આ જ સમયગાળા દરમિયાન પ્રાેસેસ કરવામાં આવેલા 1.75 કરોડ રિફન્ડની સરખામણીએ 20 ટકા વધુ છે, એમ તેમણે કહ્યું હતું. વર્ષ 2019-20ની 28 નવેમ્બર સુધીમાં રિફન્ડ કરવામાં આવેલી રકમનો કુલ આંક રુ.1.46 લાખ કરોડ હતો જે અગાઉના વર્ષના એજ સમયગાળામાં કરવામાં આવેલા રુ.1.19 લાખ કરોડના રિફન્ડની સરખામણીએ 22.7 ટકા વધુ હોવાનું તેમણે કહ્યું હતું. વર્ષ 2019-20માં પ્રાેસેસ કરવામાં આવેલા કુલ 2.10 કરોડ રિફન્ડમાંથી 68 ટકા રિફન્ડ ઈ-વેરિફિકેશનના 30 દિવસની અંદર કરવામાં આવ્યા હતા જે અગાઉના વર્ષના એ જ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા રિફન્ડની સરખામણીએ 57 ટકા વધુ હતું, એમ તેમણે કહ્યું હતું. સીપીસી દ્વારા કરવામાં આવેલા રિફન્ડ ઈસીએસ મારફતે સીધા જ કરદાતાઆેનાં બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. વેરિફિકેશન કરેલા અને પેન્ડિંગ પડી રહેલા રિફન્ડનો આંક 20.76 લાખ રહ્યાે હતો જેનું હાલ પ્રાેસેસિંગ કરવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

(AAJKAAL)
Aajkaal