X Close
X
9925128845

આર્મી ટ્રેનિંગ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની રમ્યો વોલીબોલઃ સોશિયલ મીડિયમાં વીડિયો વાયરલ


MS_DHONI-san

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન હાલ qક્રકેટથી બ્રેક લઇને આર્મીમાં સેવા આપી રહ્યા છે. આર્મીમાં હોવા છતા પણ ધોની રમતથી પોતાને દૂર રાખી શક્યા નહી. હાલમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યાે છે. જેમા ધોની પૈરા ટેરિટોરિયલ બટાલિયનની સાથે વોલીબોલ રમતા નજરે પડી રહ્યા છે. જણાવી દઇએ કે ધોનીની પોસ્ટિંગ દક્ષિણ કાશ્મીરમાં થઇ છે.

તે સિવાય તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે કે જેમા તે આર્મી યુનિફોર્મમાં પ્રખ્યાત ગીત પલ દો પલ કા શાયર હંં હાતા નજરે પડી રહ્યા છે. વર્લ્ડ કપ 2019 બાદ qક્રકેટના કોરિડોરમાં ખબર હતી કે ધોની સન્યાસ લઇ લેશે. પરંતુ ધોનીએ એવું ન કર્યું. ધોનીએ ભારતીય ટીમમાંથી આશરે બે મહિનાનો બ્રેક લીધો છે અને તે આર્મીમાં 31 જુલાઇથી જોડાઇ ગયા છે. ધોનીનો આર્મી સાથેનો આ સફર 15 આેગસ્ટ સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે ધોનીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહેલા ઋષભ પંતને તેની ગેરહાજરીમાં ભારતીય ટીમમાં વિકેટ કીપર તરીકે રમવાની જગ્યા મળી છે. પરંતુ વેસ્ટઇન્ડીઝ વિરુÙ પ્રથમ મેચમાં પંત અપેક્ષાઆે સામે ટકી શક્યો નહી અને તે પહેલા બોલમાં જ આઉટ થઇ ગયા.

(AAJKAAL)
Aajkaal