X Close
X
9925128845

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ: ‘વીરભૂમિ’ જઈને પરિવારે આપી શ્રદ્ધાંજલિ


rajivgandhi

આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે ગાંધી પરિવારે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા વીર ભૂમિ પહોંચ્યા હતાં. પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તામીલનાડુના શ્રીપેરંબદૂરમાં ૨૧ મે–૧૯૯૧ની રાત્રે એક બોમ્બ ધડાકામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. એવું જણાવાઈ રહ્યું છે કે ૩૦ વર્ષની એક યુવતી ચંદનનો હાર લઈને રાજીવ ગાંધી તરફ ગઈ હતી અને જેવી તે રાજીવના ચરણસ્પર્શ કરવા નીચે ઝૂકી કે કાન ફાડી નાખે તેવો ધડાકો થયો હતો.
એ સમયે મચં ઉપર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સન્માનમાં એક ગીત ગવાઈ રહ્યું હતું. આ મામલાની તપાસ માટે સીઆરપીએફના આઈજી ડોકટર ડી.આર.કાર્તિકેયનના નેતૃત્વમાં એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. થોડા જ મહિનાની અંદર આ હત્યાના આરોપમાં એલટીટીઈના સાત સભ્યોની ધરપકડકરવામાં આવી હતી. મુખ્ય આરોપી શિવરાસન અને તેના સાથીઓએ ધરપકડ પહેલાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

()
Aajkaal