X Close
X
9925128845

JNU: હિંસાનો ડેટા આપવા હાઈકોર્ટનો વોટ્સએપ, એપલ અને ગૂગલને આદેશ


Jangaon:

JNUમાં  થયેલી હિંસા મામલે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે હિંસા સાથે જોડાયેલા વીડિયો મામલે એપલ, વોટ્સએપ અને ગૂગલને નોટિસ આપી છે અને વીડિયોના ડેતા સુરક્ષીત રાખવા કહ્યું છે. આ મામલે કોર્ટે પોલીસ, દિલ્હી સરકાર, વોટ્સએપ, એપલ અને ગૂગલને આવતી કાલ સુધીનો સમય જવાબ આપવા જણાવ્યું છે.

હિંસા સમયે વોટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. જેમાંથી  ઘણાં લોકોની ઓળખ થઈ શકે છે. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું છે કે, અત્યાર સુધી જેએનયુ પ્રશાસનથી હિંસાના ફૂટેજ સુરક્ષિત રાખવા વિશે કોઈ માહિતી મળી નથી. JNUમાં થયેલી હિંસા મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

 

 

Aajkaal