X Close
X
9925128845

20 મિનિટમાં પોલીસ ત્રાટકી અઝખમાં ચોર ઘૂસ્યોઃ હૈદરાબાદમાં એલાર્મ વાગ્યો, ત્યાંથી રાજકોટ રૂરલને ફોન આવ્યો, લોધીકા પોલીસે લાઇવ ઝડપી લીધો


Jangaon:

મેટોડા જીઆઈડીસીમાં એસબીઆઇ બેન્કનું એટીએમ તોડવા ઘૂસેલા શખસે પોતાનું કામ પાર પાડે તે પૂર્વે જ હૈદરાબાદ આેફિસને જાણ થયા બાદ રાજકોટ રૂરલ પોલીસને જાણ કરતાં લોધીકા પોલીસ માત્ર 20 મિનિટના સમયમાં જ ઘટનાસ્થળે પહાેંચી એટીએમમાં ઘૂસેલા રાજસ્થાનના શખસને રંગેહાથ ઝડપી લઈ તેની પૂછપરછ શરૂ કરી છે. ગણતરીના સમયમાં જ કામગીરી કરનાર રૂરલ કન્ટ્રાેલરૂમના સ્ટાફને જિલ્લા પોલીસવડાએ પુરસ્કાર આપ્યો છે.

મેટોડા જીઆઈડીસીમાં પોસ્ટ આેફિસ પાસે આવેલા એસબીઆઈના એટીએમમાં તા.9-8ને રાત્રીના 10-47 મિનિટે કોઈ શખસ અંદર ઘૂસ્યા બાદ શટર બંધ કરી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે એટીએમનું સીસીટીવી મોનિટરિ»ગ કરતી હૈદરાબાદની કંપનીને જાણ થતાં આલારામ વાગતાની સાથે જ હૈદરાબાદની કંપનીએ રાજકોટ રૂરલ પોલીસ કન્ટ્રાેલરૂમને જાણ કરી હતી. રાજકોટ પોલીસ કન્ટ્રાેલ રૂમના ફરજ પરના ઈન્ચાર્જ પ્રવીણસિંહ નટવરસિંહ પરમારે ફોન રિસીવ કર્યો હતો અને અંગે તુરંત જ લોધીકા પોલીસને જાણ કરી બનાવવાળી જગ્યાએ પહાેંચવા જણાવ્યું હતું.

10-47 મિનિટે આવેલા કોલ બાદ લોધીકા પોલીસ મથકના પીએસઆઈ એફ.એન. ધાંધલ અને તેની ટીમ ઘટનાની ગંભીરતાને લઈ તાત્કાલીક ઘટનાસ્થળે પહાેંચી હતી અને રાત્રીના 11-07 મિનિટે તુરંત જ ઘટનાસ્થળે પહાેંચી એટીએમમાં ચોરી કરવા ઘૂસેલા મુળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ધનંજય ઉર્ફે મહેશ નિરજભાઈ શમાર્ (રહે.હાલ રાજકોટ, ભોજલરામ સોસાયટી)ને ઝડપી લીધો હતો. લોધીકા પોલીસ જ્યારે એટીએમ ખાતે પહાેંચી ત્યારે પણ આરોપી ધનંજય એટીએમ તોડવાનો પ્રયત્ન કરતો હતો તેની પાસેથી ગ્રાઈન્ડર, પકકડ, ડીસમીસ, ઈલેકટ્રીક વાયર કટર તથા ગ્રાઈન્ડરની 10 ચક્રીઆે કબજે કરવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરાઈ છે. પૂછપરછમાં ધનંજય અગાઉ રાજકોટમાં બાઈકચોરીમાં ઝડપાઈ ચૂકયો છે અને તે પાસાની હવા ખાઈ ચૂકયો છે. લોધીકા પોલીસે 20 મિનિટમાં જ ઘટનાસ્થળે પહાેંચી આરોપીને દબોચી લીધો હતો. બીજી તરફ સમય સૂચકતા દાખવી લોધીકા પોલીસને જાણ કરી પ્રશંસનિય કામગીરી કરનાર રાજકોટ રૂરલ પોલીસ કન્ટ્રાેલરૂમના સ્ટાફને જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ રોકડ પુરસ્કારની જાહેરાત કરી કામગીરીને બિરદાવી હતી.

Aajkaal