રુપિયા 1 હજાર કરોડના બેંક અંતર્ગત મુંબઈની પોલીસે સ્ટીલ ના એક મોટા ઉદ્યાેગપતિની હરિદ્વાર ખાતેથી ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજય રાજેન્દ્ર ગુપ્તા નામનો આ ઉદ્યાેગપતિ હરિદ્વારની હોટલમાં છૂપાયો હતો અને ત્યાંથી જ મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા અને સીબીઆઇની સંયુક્ત ટુકડીએ ઝડપી લીધો હતો.
પોલીસ એવી માહિતી આપી છે કે આરોપી વિજય ગુપ્તાએ બનાવટી પેપર્સ રજુ કરીને મુંબઈની સ્ટેટ બેન્ક આેફ ઇન્ડિયા પાસેથી રુપિયા એક હજાર કરોડની લોન લીધી હતી અને તે છેલ્લા ઘણા માસથી ફરાર હતો.
આ ઉદ્યાેગપતિ ની સામે છથી વધુ કેસ દાખલ થયેલા છે. આ ઉદ્યાેગપતિએ 2012 થી 2013 વચ્ચે લોન લીધી હતી ત્યારબાદ 2017માં તેની વિરુÙ ઇસ્ટ મુંબઈ માં એસબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અંતે મોબાઈલ સર્વેલન્સ ના માધ્યમથી સીબીઆઇને એવી જાણકારી મળી હતી કે જપ્તી વિજય ગુપ્તા હરિદ્વાર માં છુપાયેલો છે.
ત્યારબાદ વોચ ગોઠવીને મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા અને સીબીઆઈની ટુકડીએ સંયુક્ત રીતે આેપરેશન કરીને હરિદ્વાર ની હોટલ માંથી તેને ઝડપી લીધો હતો.